દશેરા પર પાટણમાં ફાફડા-જલેબીનો જોરદાર જમાવટ
પાટણ, 2 ઓક્ટોબર (હિ.સ.)દશેરાના પાવન પર્વ નિમિત્તે પાટણ શહેરમાં ફાફડા અને જલેબીની ભારે માંગ જોવા મળી હતી. અધર્મ પર ધર્મના વિજયનો પ્રતિક સમો આ પર્વ રાવણ દહન સાથે ફાફડા-જલેબી આરોગવાનો અનોખો રિવાજ ધરાવે છે. ગુરુવારે પાટણવાસીઓ મીઠાઈની દુકાનો અને નાસ્તાની
દશેરા પર પાટણમાં ફાફડા-જલેબીનો જોરદાર જમાવટ


દશેરા પર પાટણમાં ફાફડા-જલેબીનો જોરદાર જમાવટ


પાટણ, 2 ઓક્ટોબર (હિ.સ.)દશેરાના પાવન પર્વ નિમિત્તે પાટણ શહેરમાં ફાફડા અને જલેબીની ભારે માંગ જોવા મળી હતી. અધર્મ પર ધર્મના વિજયનો પ્રતિક સમો આ પર્વ રાવણ દહન સાથે ફાફડા-જલેબી આરોગવાનો અનોખો રિવાજ ધરાવે છે. ગુરુવારે પાટણવાસીઓ મીઠાઈની દુકાનો અને નાસ્તાની લારીઓ પર ફાફડા-જલેબી ખરીદવા માટે ઉમટી પડ્યા હતા.

આ દિવસે પાટણના લોકોએ લાખો રૂપિયાના ફાફડા અને જલેબીનો સ્વાદ માણ્યો હતો. વધતી માંગને ધ્યાનમાં રાખીને કંદોઈઓએ વધારાના તવા ગોઠવી વિશેષ તૈયારીઓ કરી હતી, જેના કારણે શહેરમાં મોટી માત્રામાં ફાફડા-જલેબી ઉપલબ્ધ રહ્યા હતા.

આ વર્ષે ફાફડાના ભાવ ₹440થી ₹480 પ્રતિ કિલો રહ્યા હતા, જ્યારે શુદ્ધ ઘીની જલેબી ₹520થી ₹560 અને તેલની જલેબી ₹240થી ₹280 પ્રતિ કિલોના ભાવે વેચાઈ હતી. આ ઉપરાંત ચોળાફળી ₹360થી ₹400 અને ગાંઠિયા ₹300થી ₹320 પ્રતિ કિલોના દરે ઉપલબ્ધ હતા. પાટણવાસીઓએ આ તહેવારની મીઠાશ સાથે વિજયાદશમીને યાદગાર બનાવી હતી.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande