જુનાગઢ, 2 ઓક્ટોબર (હિ.સ.) આગામી ચાર અને પાંચ ઓક્ટોબર 2025 , શનિવાર તથા રવિવારના રોજ, રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ નમ્રમુનિ મહારાજ ની પ્રેરણાથી એક ભવ્ય નિશુલ્ક પશુ શસ્ત્રક્રિયા શિબિર નું આયોજન થવા જઈ રહ્યું છે.ગુજરાત રાજ્યના જૂનાગઢ ક્ષેત્રમાં પવિત્ર ગિરનારની પાવન ભૂમિમાં એક વિશાળ સ્તરના આ ઐતિહાસિક પશુ શસ્ત્રક્રિયા અભિયાન મહાયજ્ઞનુ આયોજન થવા જઈ રહ્યું છે, તેની વિગતો કલેક્ટર હાજરીમાં આપવામાં આવશે
સમય: સાંજના 5.30 વાગે,કલેકટર ઓફિસ,જિલ્લા સેવા સદન,મીરાનગર પાસે, સરદાર બાગ,
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ