જુનાગઢ માંગરોળ નગરપાલિકા દ્વારા કુલ ૩૭ ઈમારતોના ડીમોલીશનની કામગીરી કરવામાં આવી
જુનાગઢ 2 ઓક્ટોબર (હિ.સ.) જુનાગઢ માંગરોળ શહેરના ચા બજાર વિસ્તારમાં આવેલ એક જર્જરિત ઈમારતની દીવાલ ધરાશાયી થવાના બનાવને ધ્યાનમાં રાખીને આવી કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચીફ ઓફિસર આર. આર. ધોળકીયાની આગેવાનીમાં માંગરોળ નગરપાલિકા દ્વારા તાત્કાલિક અસરથ
માંગરોળ નગરપાલિકા દ્વારા


જુનાગઢ 2 ઓક્ટોબર (હિ.સ.) જુનાગઢ માંગરોળ શહેરના ચા બજાર વિસ્તારમાં આવેલ એક જર્જરિત ઈમારતની દીવાલ ધરાશાયી થવાના બનાવને ધ્યાનમાં રાખીને આવી કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચીફ ઓફિસર આર. આર. ધોળકીયાની આગેવાનીમાં માંગરોળ નગરપાલિકા દ્વારા તાત્કાલિક અસરથી કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

4 થી 8 સપ્ટેમ્બર,2025 દરમ્યાન શહેરના વિવિધ વિસ્તારોમાં કુલ 21 જર્જરિત ઈમારતોનું ડીમોલીશન કરવામાં આવ્યું, જેમાં ફળિયા વિસ્તામાં એક, ચીકલી ચોકમાં બે, ધોબીવાળા વિસ્તાર બે, બહાર કોટ વિસ્તારમાં ત્રણ, બજાર વિસ્તારમાં એક, ધ્રુવ ફળિયામાં એક, કાપળ બજારમાં એક, સૈયદ વાળામાં એક, ચા બજારમાં એક, ભોય ફળિયામાં એક, મિનારા મસ્જીદ વિસ્તારમાં એક, કાજીવાળા વિસ્તારમાં બે, વાણીયાવાળ વિસ્તારમાં એક, એમ.જી. રોડ વિસ્તારમાં બે અને ચંપા ફળિયામાં એકનો સમાવેશ થાય છે.

આગળ તબક્કાવાર કાર્યવાહી અંતર્ગત નગરપાલિકા દ્વારા અલગ-અલગ 8 ટીમો બનાવી 13 થી 23 સપ્ટેમ્બર,૨૦૨૫ દરમ્યાન ફરીથી સર્વે કરી કુલ 16 જર્જરિત ઈમારતોનું ડીમોલીશન કરવામાં આવ્યું. તેમાં ચંપા ફળિયામાં એક, નીલકંઠ શેરીમાં એક, ચા બજારમાં પાંચ, ગોલાવાળ વિસ્તારમાં એક, લોખંડ બજારમાં એક, મેમણ જમાતખાના વિસ્તારમાં એક, કુંભાર વાળામાં બે, ગિરનારી ફળિયામાં એક, ભાટા ફળિયામાં એક, ગાય ચોગાનમાં એક તથા પાંજરા પોળ વિસ્તારમાં એકનો સમાવેશ થાય છે.

હાલ સુધીમાં કુલ 37 જર્જરિત ઈમારતોનું ડીમોલીશન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ૪૮ મિલકતોને નોટીસો ઇસ્યુ કરવામાં આવી છે. તેમજ માર્ગ અને મકાન (રાજ્ય) વિભાગની જે મિલકતો જર્જરિત હાલતમાં છે તે અંગે તેઓને પત્ર દ્વારા કાર્યવાહી અર્થે જાણ કરવામાં આવી છે. ગુલીસ્તાન પ્રાથમિક શાળા જર્જરિત હાલતમાં ચાલતી હોવાને કારણે શાળાને નોટિસ આપીને મિલકત ખાલી કરાવવામાં આવી છે. માંગરોળ શહેરના મુખ્ય માર્ગ એમ.જી. રોડ પર આવેલી 8 જેટલી જર્જરિત ઈમારતો તોડી પાડવા પોલીસની મદદ લેવામાં આવી હતી. સુરક્ષા હેતુસર એમ.જી. રોડને 4 દિવસ માટે બંધ રાખવામાં આવ્યો હતો. આ ઉપરાંત નગરપાલિકા હસ્તકના 2 પાણીના સંપ અને 2 પાણીની ટાંકી ટૂંક સમયમાં ઉતારી લેવા વર્ક ઓર્ડર આપવામાં આવનાર છે.

માંગરોળ નગરપાલિકા દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે કે, શહેરમાં જો કોઈ જર્જરિત હાલતમાં ઈમારત હોય તો તેની જાણ તાત્કાલિક નગરપાલિકાને કરવી જેથી જરૂરી કાર્યવાહી કરી શકાય અને માનવીય જાનહાનિ જેવી પરિસ્થિતિઓ અટકાવી શકાય.

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande