પી.જી.વી.સી.એલ. જૂનાગઢ દ્વારા વીજળીની સાવચેતી અને સ્વચ્છતા અંગે રેલી નું આયોજન કરવામાં આવ્યુ
જૂનાગઢ 2 ઓક્ટોબર (હિ.સ.) જૂનાગઢ હાલમાં ભારત સરકાર દ્વારા તારીખ 17 સપ્ટેમ્બર થી 2 ઓક્ટોબર સુધી સેવા પખવાડા ની ઉજવણી થઈ રહી છે. તે અંતર્ગત પી.જી.વી.સી.એલ. જૂનાગઢ દ્વારા વીજળીની સાવચેતી અને સ્વચ્છતા અંગે રેલી નું આયોજન કરવામાં આવ્યુ હતુ. પી.જી.વી.સી
વીજળીની સાવચેતી અને સ્વચ્છતા અંગે રેલી નું આયોજન


જૂનાગઢ 2 ઓક્ટોબર (હિ.સ.) જૂનાગઢ હાલમાં ભારત સરકાર દ્વારા તારીખ 17 સપ્ટેમ્બર થી 2 ઓક્ટોબર સુધી સેવા પખવાડા ની ઉજવણી થઈ રહી છે. તે અંતર્ગત પી.જી.વી.સી.એલ. જૂનાગઢ દ્વારા વીજળીની સાવચેતી અને સ્વચ્છતા અંગે રેલી નું આયોજન કરવામાં આવ્યુ હતુ.

પી.જી.વી.સી.એલ. જૂનાગઢની સ્થાનિક કચેરીઓના અધિકારીઓ અને કર્મચારીઓ આ રેલીમાં બહોળી સંખ્યામાં ભાગ લીધો હતો. જેમાં અધિકારીઓએ તેમના ગ્રાહકોને વીજ સલામતી અંગે અને ટ્રાન્સફોર્મર સેન્ટર પરની ફેન્સીંગમાં સ્વચ્છતા રાખવા અંગે અપીલ કરી હતી.

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande