જૂનાગઢ 2 ઓક્ટોબર (હિ.સ.) જૂનાગઢમાં અખિલ ભારતીય શાળાકીય રમતોની સ્પર્ધા અંતર્ગત રાજ્ય કક્ષાની કબડ્ડી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગીર સોમનાથ જિલ્લાના વતની બારીયા કિશને જણાવ્યું હતું કે, અમને અત્રે રહેવા જમવા માટેની સારી સુવિધા પૂરી પાડવામાં આવી હતી. ગત વર્ષની સ્પર્ધામાં મેં સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત કર્યો હતો. ત્યારબાદ અમારી ટીમ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા માટે ગઈ હતી.
આ ઉપરાંત વેઇટલિફ્ટિંગમાં વડોદરાથી મિત્તલે જણાવ્યું હતું કે, મહિલાઓ પણ હવે વેઇટ લિફ્ટિંગ સ્પર્ધામાં બહોળા પ્રમાણમાં ભાગ લઇ રહી છે. જેના માટે રાજ્ય સરકાર દ્વારા અનેકવિધ પ્રયત્નો કરવામાં આવ્યા છે તે ઉલ્લેખનીય છે. આ પ્રકારની સ્પર્ધાઓના આયોજન થકી મહિલાઓ પણ બહોળા પ્રમાણમાં ખેલકૂદ ક્ષેત્રમાં આગળ વધી રહી છે, જે સરાહનીય બાબત છે.
આ ઉપરાંત મહેકે જણાવ્યું હતું કે, હું છેલ્લા 2 વર્ષથી વેઇટ લિફ્ટીંગમાં ભાગ લઉં છું. મેં આ પૂર્વે ખેલ મહાકુંભમાં પણ ભાગ લીધો હતો. આ પ્રકારના સુંદર અને સુચારુ આયોજનથી અમારા ઉત્સાહમાં પણ વધારો થયો છે. હું રાજ્ય કક્ષાની સ્પર્ધામાં પણ સુવર્ણ ચંદ્રક જીતવા માટેની તૈયારી કરી શકી છું.
સ્પર્ધામાં રાજસ્થાનમાંથી પધારેલા નિર્ણાયકઓએ જણાવ્યું હતું કે, આ સમગ્ર સ્પર્ધાનું આયોજન સંપૂર્ણ રીતે પારદર્શક અને નિષ્પક્ષ પદ્ધતિથી કરવામાં આવ્યું છે. છેલ્લા દશકામાં ગુજરાત રાજ્યએ ખેલકૂદના ક્ષેત્રમાં બહોળી પ્રગતિ કરી છે. જેના માટે રાજ્યના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ દ્વારા કરવામાં આવેલા સચોટ આયોજનોને ક્રેડિટ આપી શકાય. જેને હું હ્રદયપૂર્વક શુભેચ્છા પાઠવું છું. આજરોજ ૧૫૦ થી વધુ સૌપ્રથમ વખત બાળકોએ રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લીધો છે. વડાપ્રધાન નરેન્દ્રમોદીના દિશા દર્શનમાં રમત ગમતને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા ખેલાડીઓને પ્લેટફોર્મ મળે તે માટે વિવિધ સ્પર્ધાઓનોનું આયોજન કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે. જેનાથી વધુ ને વધુ વિદ્યાર્થીઓ અને યુવાનો રમત ગમતમાં આગળ વધે તેવા વાતાવરણનું સર્જન થયું છે.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ