જૂનાગઢમાં જિલ્લા રજિસ્ટ્રાર, સહકારી મંડળીઓની કચેરી સરદારબાગથી ખસેડીને ઝાંઝરડા રોડ ઉપર સ્થળાંતર કરવામાં આવી
જૂનાગઢ,2 ઓક્ટોબર (હિ.સ.) જૂનાગઢ જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીઓ, જૂનાગઢની કચેરી જે અગાઉ જિલ્લા ઓડિટરના કાર્યાલય બ્લોક નંબ 21 , ત્રીજો માળ, બહુમાળી ભવન, સરદાર બાગ ખાતે આ કચેરી કાર્યરત હતી. તાજેતરમાં ઉપસચિવ, કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિ
જૂનાગઢમાં જિલ્લા રજિસ્ટ્રાર, સહકારી મંડળીઓની કચેરી સરદારબાગથી ખસેડીને ઝાંઝરડા રોડ ઉપર સ્થળાંતર કરવામાં આવી


જૂનાગઢ,2 ઓક્ટોબર (હિ.સ.) જૂનાગઢ જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીઓ, જૂનાગઢની કચેરી જે અગાઉ જિલ્લા ઓડિટરના કાર્યાલય બ્લોક નંબ 21 , ત્રીજો માળ, બહુમાળી ભવન, સરદાર બાગ ખાતે આ કચેરી કાર્યરત હતી. તાજેતરમાં ઉપસચિવ, કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના પત્રમાં જણાવેલ ઠરાવ અનુસાર ઉપરોક્ત કચેરી હવેથી નવા સરનામાં ઉપર સ્થળાંતર કરવામાં આવેલ છે.

તેથી ઉપરકત કચેરીનું નવું સરનામું દાસારામ કોમ્પલેક્ષ, ચોથો માલ, હોલ નંબર 401 , આઈ.સી.આઈ.સી.આઈ. બેંકની ઉપર, ઝાંઝરડા રોડ, જૂનાગઢ મુજબ રહેશે. જેની જૂનાગઢ જિલ્લાની તમામ સરકારી કચેરીઓ, અરજદારોને નોંધ લેવા માટે અનુરોધ કરાયો છે.

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande