બેચરાજી ટાઉનમાં જી.આર.ડી. જવાનોની નાઇટ પેટ્રોલિંગથી ચોરી અટકાવી
મહેસાણા,2 ઓક્ટોબર (હિ.સ.) બેચરાજી ટાઉનમાં તાજેતરમાં જી.આર.ડી. જવાનો દ્વારા કરવામાં આવેલી અસરકારક નાઇટ પેટ્રોલિંગના કારણે મોટી ચોરીની ઘટના બનતા બચી ગઈ હતી. શહેરના વેપારી વિસ્તારમાં ત્રણથી ચાર દુકાનોને નિશાન બનાવવાનો ચોરોનો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો. જવા
બેચરાજી ટાઉનમાં જી.આર.ડી. જવાનોની નાઇટ પેટ્રોલિંગથી ચોરી અટકાવી


મહેસાણા,2 ઓક્ટોબર (હિ.સ.) બેચરાજી ટાઉનમાં તાજેતરમાં જી.આર.ડી. જવાનો દ્વારા કરવામાં આવેલી અસરકારક નાઇટ પેટ્રોલિંગના કારણે મોટી ચોરીની ઘટના બનતા બચી ગઈ હતી. શહેરના વેપારી વિસ્તારમાં ત્રણથી ચાર દુકાનોને નિશાન બનાવવાનો ચોરોનો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો. જવાનોની સતર્કતા અને સમયસરની કામગીરીથી દુકાનદારોને મોટું નુકસાન થતું અટક્યું હતું.

માહિતી અનુસાર, રાત્રિના સમયે શંકાસ્પદ હલનચલન નજરે પડતા જ જી.આર.ડી. જવાનોએ તરત જ કાર્યવાહી હાથ ધરી હતી. ચોરો દુકાનના શટર તોડવાનો પ્રયાસ કરી રહ્યા હતા, ત્યારે જ જવાનોના પેટ્રોલિંગને કારણે તેઓ ભાગી છૂટ્યા હતા. આ ઘટના બાદ સમગ્ર ટાઉનમાં પોલીસ-જી.આર.ડી.ના પગલાંને કારણે લોકોમાં સુરક્ષાની ભાવના વધુ મજબૂત બની છે.

સ્થાનિક વેપારીઓએ જી.આર.ડી. જવાનોના ઝડપી પ્રતિસાદ અને રાત્રિ પેટ્રોલિંગની પ્રશંસા કરી છે. તેમણે જણાવ્યું કે આવા સતર્ક પગલાંને કારણે દુકાનદારો નિર્ભય બની પોતાની રોજી-રોટી કરી શકે છે.

બેચરાજી પોલીસ અને જી.આર.ડી. દળે નાગરિકોને અપીલ કરી છે કે જો કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે ઘટના નજરે પડે તો તરત જ પોલીસને જાણ કરવી. આ રીતે પોલીસ અને નાગરિકો મળીને ચોરી જેવા ગુનાઓને અટકાવી શકે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande