- મેદસ્વિતા ઘટાડવા માટે દૈનિક આહારમાંતેલ, મીઠું, ખાંડ સહિતના ખાદ્ય પદાર્થોના વપરાશને ઘટાડવા અંગે જરૂરી માર્ગદર્શન અપાયું
રાજકોટ,2 ઓકટોબર (હિ.સ.) 'સ્વચ્છતા હી સેવા-2025 અને ‘સ્વચ્છોત્સવ અભિયાનના ભાગરૂપે રાજ્યવ્યાપી સ્વચ્છતાના કાર્યકમો હાથ ધરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે ગોંડલ નગરપાલિકા દ્વારા ધોળકિયા ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે “વેસ્ટ ટુ આર્ટ ફેસ્ટ”નું આયોજન કરવામા આવ્યુ હતું. જેમાં અંદાજિત 50 થી વધુ બાળકોએ ભાગ લીધો હતો.
આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને મેદસ્વિતા ઘટાડવા માટે દૈનિક આહારમાં તેલ, મીઠું, ખાંડ સહિતના ખાદ્ય પદાર્થોના વપરાશને ઘટાડવા તથા રોજિંદા જીવનમાં કસરત અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તથા ભારતીય પરંપરાગત ધાન્યો જેવા કે જુવાર, બાજરી, કોદરી, કાંગ વગેરેનો આપણા રોજિંદા જીવનમાં ઉપયોગ વધારવા માટે લાભાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર/હર્ષ શાહ
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ