- કેન્દ્રીય કેબિનેટ મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત દ્વારા ગોતા ખાતે આવેલા રાજપૂત સમાજ ભવનમાં શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું
અમદાવાદ,2 ઓકટોબર (હિ.સ.) વિજયાદશમીના દિવસે શસ્ત્ર પૂજનનું ખૂબ મહત્વ હોય છે. હિન્દુઓમાં ઠેર ઠેર શસ્ત્ર પૂજાના કાર્યક્રમ થાય છે,અને રાજપૂત સમાજ અને રજવાડાઓમાં ખાસ શસ્ત્ર પૂજનના કાર્યક્રમ યોજાય છે અમદાવાદમાં ક્ષત્રિય સમાજ દ્વારા ગોતા ખાતે આવેલા રાજપૂત સમાજ ભવનમાં રાજપુત વિદ્યાસભા ગુજરાત દ્વારા શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં રાજપૂત સમાજના લોકો હાજર રહ્યા હતા.
સાથે સાથે શસ્ત્ર પૂજન અને રાજપૂત સમાજના તેજસ્વી તારલાઓના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.
કેન્દ્રીય કેબિનેટ મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત અને રાજપૂત સમાજના ભાઈઓ અને બહેનો દ્વારા રાજપૂત સમાજ ભવનમાં શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં રાજપૂત સમાજના લોકો હાજર રહ્યા હતા. શિક્ષણ ક્ષેત્રે ઉચ્ચ માર્કસ અને પદવી મેળવનારા તેજસ્વી વિદ્યાર્થીઓનું મેડલ અને પારિતોષિક આપીને સન્માન પણ કરવામાં આવ્યું હતું.
વિજયાદશમીએ ભગવાન શ્રીરામ દ્વારા રાવણનો વધ કર્યો અને અસત્ય પર સત્યની જીત થઈ હતી. શૌર્ય અને વીરતાના પ્રતીક એવા શસ્ત્રોનું આજના દિવસે પૂજન કરવામાં આવે છે ત્યારે અમદાવાદના ગોતા ખાતે આવેલા રાજપૂત સમાજ ભવન ખાતે રાજપુત વિદ્યાસભા ગુજરાત દ્વારા શસ્ત્ર પૂજન અને તેજસ્વી તારલાઓના સન્માન સમારોહનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
કેન્દ્રીય કેબિનેટ મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત, વડોદરા રેન્જ ડીઆઈજી રાજેન્દ્રસિંહ ચુડાસમા અને પદ્મશ્રી જોરાવરસિંહ જાદવ હાજર રહ્યા હતા. તલવાર, કટાર અને રિવોલ્વર જેવા હથિયારોનું શસ્ત્ર પૂજન કરાયું હતું. આજના કાર્યક્રમમાં રાજપૂત વિદ્યાસભા ગુજરાતના પ્રમુખ અશ્વિનસિંહ સરવૈયા સહિત સમાજના આગેવાનો અને ભાઈઓ તેમજ બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ