જામનગર પોલીસ લાઇન હેડક્વાર્ટર પાછળ 25 હજાર વૃક્ષોનું વાવેતર
જામનગર, 21 ઓક્ટોબર (હિ.સ.) જામનગર જિલ્લાના પોલીસ લાઇન હેડ કવાટર્સ પાછળની ખંઢેર જગ્યામાં બિનઉપયોગી વનસ્પતિનો નિકાલ કરી, તેમજ લેવલ કરીને માટી પાથરીને ઉપજાવી બનાવીને પર્યાવરણ જાગૃતિ સંદર્ભે અન્ય સંસ્થાઓની મદદ મેળવીને ઓક્સિજન પાર્ક બનાવવામાં આવ્યો છે
વૃક્ષ વાવેતર


જામનગર, 21 ઓક્ટોબર (હિ.સ.) જામનગર જિલ્લાના પોલીસ લાઇન હેડ કવાટર્સ પાછળની ખંઢેર જગ્યામાં બિનઉપયોગી વનસ્પતિનો નિકાલ કરી, તેમજ લેવલ કરીને માટી પાથરીને ઉપજાવી બનાવીને પર્યાવરણ જાગૃતિ સંદર્ભે અન્ય સંસ્થાઓની મદદ મેળવીને ઓક્સિજન પાર્ક બનાવવામાં આવ્યો છે. જેમાં ફળાઉ સહિતના 25000થી વધુ વૃક્ષો વાવીને ઉછેર કરવામાં આવી રહ્યો છે.

જામનગર પોલીસ લાઇન હેડ કવાટર્સની પાછળના ભાગે આવેલ તાલીમ ભવનની બાજુમાં ખુલ્લી જગ્યા પર ઉડા ખાડાઓ હતા, તેમજ અન્ય ખાલી રહેલ જગ્યામાં ગાંડા બાવળ તરીકે ઓળખાતા ઝાડા ઉગી નીકળ્યા હતા, અને જંગલ જેવો માહોલ હતો. તે જગ્યા પર અત્યાર સુધીમાં આ તમામ જગ્યા પર બાવળોના જંગલને સંપૂર્ણ રીતે દુર કરવામાં આવ્યા હતા અને મોટા આડામાં બહારથી પુરણલાવી પુરી તેને લેવલ કરી હતી, અને જરૂરી માટી નાખી તે જગ્યા પર હાલ પોલીસ વિભાગ ખાનગી બેંકના સંયુક્ત સાહસથી પચ્ચીસ હજાર વૃક્ષો મિયાવાકી પ્રોગ્રામ અંતર્ગત વાવીને ઓક્સિજન પાર્ક બનાવવામાં આવ્યો છે. જેમાં અલગ-અલગ ત્રણ જગ્યાઓ પર પાણી માટેના બોર બનાવી પાણી પાવા માટની વ્યવસ્થા કરવામાં આવી છે.

તથા સદભાવના સેવા સંસ્થાના સહયોગથી જરૂરીયાત મુજબ દેશી ખાતર વગેરે જરૂરીયાત મુજબની સારસંભાળ રાખવામાં આવે છે. જામનગર પોલીસ હેડ કવાર્ટર ખાતે પર્યાવરણ તેમજ પક્ષીઓને અનુકુળ વાતાવરણ મળી રહે તે સારૂ ફળદાયક વુક્ષનું વાવેતર કરી તેનો યોગ્ય ઉછેર કરીને સારી રીતે જનત કરી સુવ્યવસ્થિત બગીચો બનાવીને પોલીસ કર્મચારીઓ માનસિક તેમજ શારીરિક સ્વસ્થ રહે તે માટે 88 આંબા, 55 નાળિયેરીના જાંબુ, ચીકુ, સીતાફળ, જામફળ સહિતના અલગ-અલગ 48 ફૂટ મળી 188 રોપાને આયાત કરી અમૃત વાટીકા બનાવવામાં આવી છે.

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande