પોરબંદર, 21 ઓક્ટોબર (હિ.સ.) પોરબંદરના રોયલ આર્કેડ સોસાયટી પાસેથી નેવીના બે જવાનો મોપેડ પર પસાર થઇ રહ્યા હતા ત્યારે કોઈ અજાણ્યા વાહન ચાલકે તેમના મોપેડને ટક્કર મારી હતી જેથી તેમનું બેલેન્સ બગડ્યું હતું હતું અને સોસાયટી પાસે રિક્ષાની રાહ જોતા એક વૃદ્ધ અને ત્યારબાદ રોડ પરની ગ્રીલ સાથે અથડાતા બંને જવાનો ગંભીર રીતે ઈજાગ્રસ્ત બન્યા હતા. આ મામલે નેવીના અધિકારીએ ઉદ્યોગનગર પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવી છે.દાખલ ફરિયાદ મુજબ નેવીમાં લેફટન્ટના હોદા પર ફરજ બજાવતા અંકિતકુમાર સિંધને અકસ્માતની જાણ થતા તેઓએ સિનિયર અધિકારીઓને જાણ કરી અકસ્માતના સ્થળે પહોંચ્યા હતા. જ્યાં તેઓને હેલ્મેટ, અકસ્માત થયેલ મોપેડ જોવા મળ્યું હતું ત્યાર બાદ તેઓ ભાવિસંહજી હોસ્પિટલ પહોંચ્યા હતા જ્યાં નેવીમાં ફરજ બજાવતા અને અકસ્માતમાં ઈજાગ્રસ્ત બનેલા તરુણકુમાર અને વિવેક કુમારની સારવાર ચાલી રહી હતી.આ દરમિયાન આ અકસ્માતમાં એક સિવિલિયન પણ ઈજાગ્રસ્ત બન્યો હોવાનું જાણવા મળતા અંકિતકુમાર સિંધએ સવદાસ પરમાર જેઓ આ અકસ્માતમાં ઈજાગ્રસ્ત બન્યહતા તેઓની મુલાકાત લઇ વાતચીત કરી હતી. આ દરમિયાન સવદાસભાઈ નામના 73 વર્ષીય વૃદ્ધે જણાવ્યું હતું કે તેઓ રોયલ આર્કેડ સોસાયટી પાસે ઉભા હતા અને રિક્ષાની રાહ જોતા હતા એ દરમિયાન કોઈ અજાણ્યા વાહન ચાલકની ટક્કરથી તરુણકુમાર અને વિવેક કુમારના મોપેડનું બેલેન્સ બગડ્યું હતું જેથી તેઓએ તેમની સાથે ટક્કર મારી હતી અને ત્યાર બાદ બંને અધિકારીઓ રોડની સાઈડની ગ્રીલ સાથે ટકરાયા હતા અને તેઓને લોહી નીકળવા લાગ્યું હતું. આસપાસ લોકો ભેગા થઈ જતા તેમાંથી કોઈએ એમ્બ્યુલન્સને ફોન કરતા તેઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya