સાંદિપની ખાતે ભાઈ રમેશ ઓઝાની ઉપસ્થિતિમાં દિવાળીની ભવ્ય ઉજવણી કરાઈ.
પોરબંદર, 21 ઓક્ટોબર (હિ.સ.) પોરબંદરના સાંદિપની વિદ્યાનીકેતન ખાતે પુ.ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની નિશ્રામાં દિપાવલીની ઉજવણી થઈ હતી,જેમાં મંદિરની અંદરમાં તેમજ બહાર ફટાકડા ફોડવામાં આવ્યા હતા તથા વિવિધ મનોરથનું આયોજન કરવામાં આવ્યુ હતુ.સત્યમેવ જયતે એ આપણું ર
સાંદિપની ખાતે ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની ઉપસ્થિતિમાં દિવાળીની ભવ્ય ઉજવણી કરાઈ.


સાંદિપની ખાતે ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની ઉપસ્થિતિમાં દિવાળીની ભવ્ય ઉજવણી કરાઈ.


સાંદિપની ખાતે ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની ઉપસ્થિતિમાં દિવાળીની ભવ્ય ઉજવણી કરાઈ.


સાંદિપની ખાતે ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની ઉપસ્થિતિમાં દિવાળીની ભવ્ય ઉજવણી કરાઈ.


પોરબંદર, 21 ઓક્ટોબર (હિ.સ.) પોરબંદરના સાંદિપની વિદ્યાનીકેતન ખાતે પુ.ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની નિશ્રામાં દિપાવલીની ઉજવણી થઈ હતી,જેમાં મંદિરની અંદરમાં તેમજ બહાર ફટાકડા ફોડવામાં આવ્યા હતા તથા વિવિધ મનોરથનું આયોજન કરવામાં આવ્યુ હતુ.સત્યમેવ જયતે એ આપણું રાષ્ટ્રીય સુત્ર પણ છે.એટલે સકારાત્મક વિચારોથી, શુભ સંકલ્પોથી યુક્ત થઇ આપણે આશાના દીવડાને પ્રગટાવીએ. વ્યક્તિ, સમાજ અને રાષ્ટ્રનું ઉત્થાન થાય એના માટેની પ્રાર્થના કરીએ તેમ પુ.ભાઈશ્રી રમેશભાઈ ઓઝાએ જણાવ્યું હતું.દીપાવલીનો તહેવાર સમગ્ર ભારતવર્ષમાં અને ભારતીય મુળના જે-જે લોકો વિશ્વના ખૂણે ખૂણે વસી રહ્યા છે અથવા તો ભારતની સંસ્કૃતિ સાથે જે હૃદયપુર્વક જોડાયા છે . એવા વિદેશોમાં વિદેશોના સરકારી કાર્યાલયોમાં અને કયાંક ક્યાંક અમેરિકા કે ઇંગ્લેન્ડ જેવા દેશોએ દિવાળીના ઉત્સવને પણ કાયદેસર જયારે ઉત્સવ ઘોષિત કર્યો છે,ત્યારે એ સૌ દેશોમાં દિવાળીનો આ ઉત્સવ ખુબ જ ઉલ્લાસપુર્વક મનાવાય રહ્યો છે.

બહુ પ્રસિદ્ધ વાત છે કે આપણે આ દિવાળીનો ઉત્સવ અંધકાર ઉપર પ્રકાશના વિજય તરીકે ઉજવીએ છીએ.દશેરાએ જેમ બુરાઈ ઉપર દેવત્વના વિજય તરીકે આપણે મનાવતા હોઈએ છીએ. એમ દિવાળીનો ઉત્સવ અંધકાર ઉપર પ્રકાશનો વિજય.આ પ્રકાશનું પર્વ છે. પ્રકાશ જ વિજય થાય એનું ખુબ સીધુંસાદું તાર્કિક કારણ એ છે કે જ્યાં અંધકાર હોય ત્યાં પ્રકાશ આવે પ્રકાશ થાય પણ જ્યાં પ્રકાશ હોય ત્યાં અંધકારનો પ્રવેશ ના હોઈ શકે.તમે સારા બનો અને તમારી સારપને એટલી બધી દ્રઢ કરો કે અંધકાર અને બુરાઈ આપણા જીવનમાં પ્રવેશી જ ના શકે.પ્રકાશ હોય છે તેના કારણે જ આપણો પડછાયો હોય છે. જો પ્રકાશ ના હોય તો તમારો પડછાયો પણ તમારી સાથે ના હોય.એટલે આપણે પ્રકાશની પૂજા કરીએ છીએ.આ દીપોત્સવીનું પર્વ છે.પુજા ઈત્યાદી કાર્ય થતા હોય ત્યારે પણ પ્રારંભે આપણે સૂર્યની પૂજા કરીએ છીએ દીપકની પૂજા કરતા હોઈએ છીએ.દીપકને અને સૂર્યને આપણે આપણા કર્મના સાક્ષી તરીકે માનીએ છીએ.દીપક એ રાત્રીના સમયે સુર્યનારાયણનો પૃથ્વી ઉપરનો પ્રતિનિધિ છે. અને એટલા માટે ભલે અમાસની સાંજ પડે પણ સાંજ પડતાની સાથે હજારો-હજારો દીપકોની આવિલ પંક્તિઓએ અમાસની રાતને પણ અજવાળે છે. અને એટલા માટે દીપાવલીનું આ પર્વ એ આશાનું પર્વ છે.એ એક સકારાત્મક પુરૂષાર્થનું પ્રતીક છે. પ્રાર્થનાનો એક અર્થ જ એ થાય છે.કે આપણે એક શુભસંકલ્પ કરીએ છીએ સકારાત્મક ભાવનાથી અને સકારાત્મક વિચારોથી. પરમ સત્તા પ્રત્યેના એક વિશ્વાસ સાથે આપણે યુક્ત થઇ અને કઈક નિવેદન કરીએ છીએ એનું નામ પ્રાર્થના અને તેથી હમેશા અંધકાર ઉપર પ્રકાશનો જ વિજય થાય છે.

સત્યમેવ જયતે એ આપણું રાષ્ટ્રીય સુત્ર પણ છે એટલે સકારાત્મક વિચારોથી, શુભ સંકલ્પોથી યુક્ત થઇ આપણે આશાના દીવડાને પ્રગટાવીએ.વ્યક્તિ, સમાજ અને રાષ્ટ્રનું ઉત્થાન થાય એના માટેની પ્રાર્થના કરીએ. સૌને આ વિચારો સાથે દીપાવલી અને એ પછી પ્રારંભ થતા નવવર્ષની ખુબ ખુબ શુભકામના.આપણે દીવડા પ્રગટાવીશું, રાત્રીના અંધકાર સાથે લડીશું તો એ પછીની સવારનો સુર્ય આપણા જીવનમાં જરૂર પ્રગટ થશે જ અને આપણે પ્રાતઃકાલે એના ઓવારણા લઇ એને પ્રણામ કરી અને નવવર્ષની શરૂઆત કરીશું.

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande