દિવાળીના દિવસે પોરબંદર એલ.સી.બી.દ્વારા એક કરોડ થી વધુની કિંમતનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો.
પોરબંદર, 21 ઓક્ટોબર (હિ.સ. )પોરબંદરના કુતિયાણા નજીક રોધડા ગામના પાટીયા પાસે ટ્રકમાંથી એક કરોડ 28 લાખનો વિદેશી દારૂ મળી આવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.વખતો વખત પોરબંદર જીલ્લામાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની પ્રવૃત્તિ નેસ્ત નાબુદ કરવા એલ.સી.બી.
દિવાળીના દિવસે પોરબંદર એલ.સી.બી.દ્વારા એક કરોડ થી વધુની કિંમતનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો.


દિવાળીના દિવસે પોરબંદર એલ.સી.બી.દ્વારા એક કરોડ થી વધુની કિંમતનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો.


પોરબંદર, 21 ઓક્ટોબર (હિ.સ. )પોરબંદરના કુતિયાણા નજીક રોધડા ગામના પાટીયા પાસે ટ્રકમાંથી એક કરોડ 28 લાખનો વિદેશી દારૂ મળી આવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.વખતો વખત પોરબંદર જીલ્લામાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની પ્રવૃત્તિ નેસ્ત નાબુદ કરવા એલ.સી.બી. ના ઇન્ચાર્જ પો.ઈન્સ આર.કે.કાંબરીયા તથા એલ.સી.બી સ્ટાફના માણસો દિવાળીના તહેવાર સબબ પેટ્રોલીંગમાં હતા દરમ્યાન કુતીયાણા તાલુકાના ચૌટા ગામ નજીક પોરબંદર–રાજકોટ નેશનલ હાઇવે રોડ પર પહોંચતા એલ.સી.બી. પો.ઈન્સ. આર.કે.કાંબરીયાને ખાનગીરાહે હકીકત મળેલ કે, રાજકોટ થી પોરબંદર તરફના આવતા હાઇવે ઉપર ટ્રક માં ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ભરાઇને આવે છે, જેથી રાજકોટ-પોરબંદર નેશનલ હાઇવે રોડ રોઘડા ગામના પાટીયા પાસે આવેલ હાઈવેના ખાચા પાસે વોચમાં હોય દરમ્યાન હકીકતવાળો ટ્રક આવતા રોકાવી ટ્રક ચેક કરતા પશુ આહાર રાજધાનના બાચકાની આડમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો ભરેલ બોક્ષ મળી આવતા ટ્રક ડ્રાઇવર ભીમા નાથાભાઇ ઉર્ફે નથુભાઇ ઓડેદરાના કબ્જાના ટ્રક માંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની શીલપેક કાચની બોટલો ભરેલ પુઠ્ઠાના બોકસ નંગ-810 કુલ નાની મોટી બોટલો નંગ 14,544 જેની કુલ.કિ.રૂા. 1,28,42,400/તથા ટાટા કંપનીનો ટૂંક 10,00,000 તથા મોબાઇલ ફોન-1 કિ.રૂા. 5000 તથા ટ્રકના કાગળોની ઝેરોક્ષ ફાઇલ,બીલ્ટી નંગ-૦1કિ.રૂા. 00/- તથા પશુ આહાર રાજધાનના બાચકા નંગ-170 કુલ કી.રૂા. 34,000મળી કુલ મુદામાલ રૂા. 1,38,81,400ના મુદામાલ સાથે ટ્રક ડ્રાઇવરને પકડી પાડી આગળની પૂછપરછ હાથ ધરતા રાજુ અમરાભાઇ કોડીયાતર રહે. ફુલીવાવનેશ નાગકા ગામ વાળાના કહેવાથી દારૂનો જથ્થો મોકલનાર અજાણ્યા ઇસમે દારૂનો જથ્થો ભરાવડાવેલ હોય. જેથી ઉપરોકત ત્રણેય ઇસમો વિરૂધ્ધ કુતીયાણા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનનો ગણનાપાત્ર ગુન્હો નોંધવામાં આવ્યો છે.

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande