સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એડ્મિશનમાં નીરસતા, 50% સીટ ખાલી
રાજકોટ,21 ઓકટોબર (હિ.સ.) ડરવર્ષે પરિણામ આવ્યા પછી સારી યુનિવર્સિટીઓમાં પ્રવેશ મેળવવા માટે પડપડી થતી હોય છે ત્યારે શૈક્ષણિક વર્ષ શરૂ થઈ ગયા બાદ એક સત્ર પૂર્ણ પણ થઈ ગયું છતાં પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના કોર્સમાં પ્રવેશપાત
Saurashtra University


રાજકોટ,21 ઓકટોબર (હિ.સ.) ડરવર્ષે પરિણામ આવ્યા પછી સારી યુનિવર્સિટીઓમાં પ્રવેશ મેળવવા માટે પડપડી થતી હોય છે ત્યારે શૈક્ષણિક વર્ષ શરૂ થઈ ગયા બાદ એક સત્ર પૂર્ણ પણ થઈ ગયું છતાં પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના કોર્સમાં પ્રવેશપાત્ર 1,00,558 બેઠક છે. જોકે તેની સામે ગુજરાતના 56,143 વિદ્યાર્થીઓએ જ આ યુનિવર્સિટીમાં એડમિશન માટે રસ દાખવ્યો છે. ગુજરાત કોમન એડમિશન સર્વિસ પોર્ટલ મારફત સ્નાતકમાં 32 અને અનુસ્નાતકમાં પ્રવેશના 28 રાઉન્ડ પૂર્ણ થઈ ચૂક્યા બાદ પણ 50%થી વધુ સીટો ખાલી રહી છે.

શૈક્ષણિક વર્ષ શરૂ થઈ ગયા બાદ એક સત્ર પૂર્ણ પણ થઈ ગયું અને દિવાળીનું વેકેશન પણ આવી ગયું તેમ છતાં પણ GCAS દ્વારા વિદ્યાર્થીઓને એડમિશનની પ્રક્રિયા ચાલુ રાખવામાં આવી છે. જેની પાછળનું એક કારણ એ પણ માનવામાં આવે છે કે સરકારી યુનિવર્સિટીઓમાં વિદ્યાર્થીઓની નિરસતાના કારણે અનેક સીટો ખાલી રહે છે. જેથી વધુમાં વધુ વિદ્યાર્થીઓ એડમીશન લે તે માટે તમામ યુનિવર્સિટીઓ ઉંધા માથે થઈ છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડૉ. ઉત્પલ જોશીના જણાવ્યા પ્રમાણે UG એટલે કે સ્નાતકમાં ઇન્ટેક કેપેસિટી એટલે કે પ્રવેશપાત્ર વિદ્યાર્થીઓની સીટ 89,666 છે. જોકે તેની સામે ગુજરાતભરમાંથી અહીં એડમિશન લેતા વિદ્યાર્થીઓની સંખ્યા 43,937 જ થઈ છે. જ્યારે 45,729 સીટ હજુ પણ ખાલી રહી છે. જેથી કહી શકાય કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એડમિશન લેવામાં વિદ્યાર્થીઓમાં ભારે નિરસતા જોવા મળે છે.

50 ટકા જેટલી સીટ ખાલી રહેતા સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી કોલેજોએ મનોમંથન કરવાની જરૂર છે.

જ્યારે PG એટલે કે અનુસ્નાતક કક્ષાના કોર્સમાં 10,892 સીટ છે. જેની સામે ગુજરાતમાંથી 12,171 વિદ્યાર્થીઓએ પ્રવેશ માટે રસ દાખવ્યો છે. જોકે તેમાં યુનિવર્સિટી સ્થિત 29 ભવનોમાં 1,642 સીટ છે. જેની સામે 1,052 એડમિશન જ થયા છે એટલે કે ત્યાં પણ 590 બેઠક ખાલી રહી છે. જ્યારે એ સિવાયની 9,250 બેઠક અનુસ્નાતક કક્ષાના કોર્સ ચલાવતી કોલેજોની છે. જેની સામે 11,119 વિદ્યાર્થીઓએ પ્રવેશ માટે રસ દાખવ્યો છે. જેથી કહી શકાય કે યુનિવર્સિટીના ભવનો કરતા અમૂક ખાનગી કોલેજોમાં એડમિશન માટે વિદ્યાર્થીઓ પડાપડી કરતા હોય છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande