પોરબંદર, 21 ઓક્ટોબર (હિ.સ.) પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડીયાને ગુજરાત સરકારના પ્રધાનમંડળમાં વન પર્યાવરણ - - સાયન્સ અને ટેકનોલોજીના કેબિનેટ મંત્રીની જવાબદારી સોંપવામા આવી છે ત્યારે પોરબંદર નટવર રાજા ગ્રુપ દ્વારા મંત્રી મોઢવાડીયાનું સન્માન સાથે અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે વરિષ્ઠ આગેવાન સામત ઓડેદરા, મગન ગોકાણી, ડૉ અશોક ગોહિલ નટુભાઈ રૂઘાણી, કપિલ ભાઈ કોટેચા , નરેશ લાખાણી , કિશોર પોપટ, રાજુ ચોલેરા, ભાસ્કર પંડિત,
નરેન્દ્ર મોઢા, ધનજી ભરખડા, વજુભાઈ દાવડા, સત્યનારાયણ મંદિર ટ્રસ્ટના વ્યવસ્થાપક જેન્તી મોઢા, ડૉ જનક પંડિત અને ચંપક વ્યાસ હાજર રહ્યાં હતા.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya