પાટણમાં દિવાળીનો, ધામધૂમપૂર્વક ઉજવાયો તહેવાર અને નવા વર્ષની ઉજવણીની તૈયારીઓ
પાટણ, 21 ઓક્ટોબર (હિ.સ.)પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં સોમવારે દીપાવલી પર્વ આનંદપૂર્વક અને ધામધૂમથી ઉજવાયો. ઘરોમાં દીવડા અને લાઈટિંગથી રોશની છવાઈ ગઈ હતી અને રાત્રે ફટાકડાની આતશબાજીથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો. રંગબેરંગી ફૂલછડીઓ, કોઠીઓ, સાત ધડાક
પાટણમાં દિવાળીનો ધામધૂમપૂર્વક ઉજવાયો તહેવાર અને નવા વર્ષની ઉજવણીની તૈયારીઓ


પાટણમાં દિવાળીનો ધામધૂમપૂર્વક ઉજવાયો તહેવાર અને નવા વર્ષની ઉજવણીની તૈયારીઓ


પાટણ, 21 ઓક્ટોબર (હિ.સ.)પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં સોમવારે દીપાવલી પર્વ આનંદપૂર્વક અને ધામધૂમથી ઉજવાયો. ઘરોમાં દીવડા અને લાઈટિંગથી રોશની છવાઈ ગઈ હતી અને રાત્રે ફટાકડાની આતશબાજીથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો. રંગબેરંગી ફૂલછડીઓ, કોઠીઓ, સાત ધડાકાવાળા ફટાકડા અને રોકેટ આકાશમાં નયનરમ્ય દૃશ્યો ઊભા કરી રહ્યા હતા. લોકોએ ભગવાન રામચંદ્રજીના અયોધ્યા આગમનની યાદમાં ખુશીથી તહેવાર મનાવ્યો હતો.

દિવાળી પૂર્વેના દિવસોમાં શહેરના બજારોમાં ખરીદીનો ધમધમાટ જોવા મળ્યો. રેડીમેડ કપડાં, ફૂટવેર, ફટાકડા, મીઠાઈઓ, ઇલેક્ટ્રિક લાઈટિંગ, રંગરોગાન અને ઘર સજાવટની સામગ્રીઓની ભારે ખરીદી થઈ. મંગળવાર 'પડતર દિવસ' હોવાથી લોકો ઘરમાં જ રહી આરામ કરવાનું પસંદ કરશે.

બુધવારે વિક્રમ સંવત 2082ના નવા વર્ષની શુભ શરૂઆત થશે. શહેરમાં સવારે અને ગ્રામ્ય વિસ્તારોમાં રાત્રે લોકો એકબીજાને શુભેચ્છાઓ પાઠવશે. પાટણ જિલ્લામાં નવા વર્ષની ઉજવણી પાંચ મેળાઓના ભવ્ય આયોજન સાથે કરવામાં આવશે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande