જામનગર, 21 ઓક્ટોબર (હિ.સ.) : રાજ્યના પૂર્વ મંત્રી અને અગ્રણી નેતા ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા) એ દિપાવલી પર્વની ઉજવણી સેવાયજ્ઞ સાથે કરી હતી. તેઓ પોતાના પરિવારજનો સાથે શહેરના શરુ સેક્શન રોડ પર સ્થિત પંચવટી સોસાયટી ખાતે આવેલા જામ રણજીતસિંહ વૃદ્ધાશ્રમ ખાતે પહોંચ્યા હતા. અહીં તેમણે વડીલો સાથે દિવાળી મનાવી, તેમના સુખ-દુ:ખની વાતો સાંભળી અને તેમના અમૂલ્ય આશીર્વાદ મેળવી પર્વને સાર્થક કર્યું હતું.
આટલેથી ન અટકતાં, હકુભા જાડેજાએ નવા વર્ષની પૂર્વ સંધ્યાએ અંધજન તાલીમ કેન્દ્રની પણ મુલાકાત લીધી હતી. અહીં તેમણે નેત્રહીન ભાઈઓ સાથે ભાવસભર વિચારગોષ્ઠી કરી, સૌનું મ્હો મીઠું કરાવ્યું અને તમામને સન્માનિત કરી દિવાળીની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. તેમની સાથે રવિરાજ ઇનફાસ્ટરના અમિતભાઇ ખાખરીયા તેના પરિવાર સાથે જોડાયા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt