અમદાવાદમાં રાયખડ આઇપી મિશન ચાર રસ્તા પાસે ફટાકડાના કારણે આગ લાગી, અફરાતફરી સર્જાઈ
અમદાવાદ, 21 ઓકટોબર (હિ.સ.): પ્રકાશના પર્વ દિવાળીની ઉજવણી કરવા લોકો ફટાકડા ફોડે છે. અમદાવાદમાં ફાયર બ્રિગેડને 32 ફાયર કોલ મળ્યા. અમદાવાદના રાયખડ વિસ્તારમાં આઇપી મિશન ચાર રસ્તા પાસે ફટાકડાના કારણે આગ લાગવાની ઘટના બની હતી. સ્થાનિક સૂત્રોના જણાવ્યા મ
અમદાવાદમાં રાયખડ આઇપી મિશન ચાર રસ્તા પાસે ફટાકડાના કારણે આગ લાગી, અફરાતફરી સર્જાઈ


અમદાવાદ, 21 ઓકટોબર (હિ.સ.): પ્રકાશના પર્વ દિવાળીની ઉજવણી કરવા લોકો ફટાકડા ફોડે છે. અમદાવાદમાં ફાયર બ્રિગેડને 32 ફાયર કોલ મળ્યા. અમદાવાદના રાયખડ વિસ્તારમાં આઇપી મિશન ચાર રસ્તા પાસે ફટાકડાના કારણે આગ લાગવાની ઘટના બની હતી.

સ્થાનિક સૂત્રોના જણાવ્યા મુજબ રાયખડ આઈપી મિશનથી ભદ્ર પ્લાઝા તરફ જવાના રોડ ઉપર અને ભદ્ર પ્લાઝા પરિસર સુધી અનેક આવા ફટાકડા વાળાઓ રોડ ઉપર ફટાકડા લઈને બેઠા હોય છે. છેલ્લા બે દિવસથી આ રીતે ફટાકડા વાળાઓ રોડ ઉપર પાથરણાં લગાવી અને બેઠા હતા.

તે દરમિયાન આગ લાગી હતી. આગ ફટાકડામાં લાગવાના કારણે જોરદાર ફટાકડા ફૂટવાનો અવાજ આવ્યો હતો અને ઠેર ઠેર ફટાકડા ઉડીને પડ્યા હતા. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ છે કે નહીં તે જાણવા મળ્યું નથી. ફાયર બ્રિગેડને આ બાબતે કોઈ જાણ કરવામાં આવી ન હોવાનું પણ ફાયર બ્રિગેડ કંટ્રોલ રૂમ તરફથી જણાવવામાં આવ્યું છે.

સ્થાનિક સૂત્રો લોકો પાસેથી મળતી માહિતી મુજબ શહેરના રાયખડ વિસ્તારમાં આવેલા આઇપી મિશન સ્કૂલ ચાર રસ્તા પાસે ભદ્ર તરફ જવાના રોડ ઉપર આગ લાગવાની ઘટના બની હતી. રોડ ઉપર પાથરણાં લગાવીને ફટાકડા વેચનાર કેટલાક ફટાકડામાં આગ લાગી હોવાનું જાણવા મળ્યું હતું. રોડ પર ફટાકડા વેચનારા લોકોના માલ-સામાન પર ફટાકડો પડ્યો હતો જેના કારણે આગ લાગી હતી. જોકે, આ ઘટના બનતાની સાથે જ લોકોમાં દોડધામ મચી ગઈ હતી. ફટાકડા ફૂટવા લાગ્યા હતા અને લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. ત્યાંથી પસાર થતાં લોકોમાં પણ બૂમાબૂમ થવા લાગી હતી.

રોડ ઉપર અનેક લારીઓ અને મંડપ લગાવીને ફટાકડા વેચવામાં આવે છે. શહેર પોલીસની કોઇપણ મંજૂરી વિના રોડ ઉપર ફટાકડાઓ વેચવામાં આવે છે. ફટાકડાઓના કારણે આગ લાગવાની સંભાવના હોય છે છતાં પણ કોઈપણ પ્રકારના પગલાં લેવામાં આવતા નથી. ફાયર બ્રિગેડ પણ આવા મંડપને રોડ ઉપર જે લોકો ફટાકડા વેચે છે તેમણે પાણીની ડોલ અથવા રેતી રાખવા માટે જણાવવામાં આવે છે અને લાઇસન્સ લેવું ફરજિયાત છે, પરંતુ આવા કોઈ લાઇસન્સ લેવામાં આવતા નથી.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande