પાટણના આનંદ સરોવર પાસે ફટાકડાની લારીમાં આગ, મોટી દુર્ઘટના ટળી
પાટણ, 21 ઓક્ટોબર (હિ.સ.)દિવાળીની રાત્રે પાટણના આનંદ સરોવર પાસે ફટાકડાની લારીમાં આગ લાગવાની ઘટના બની હતી. ફટાકડાના મોટા જથ્થા હોવાને કારણે, આગે તુરંત વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. ફટાકડાના સતત ધડાકા અને ધ
પાટણના આનંદ સરોવર પાસે ફટાકડાની લારીમાં આગ, મોટી દુર્ઘટના ટળી


પાટણ, 21 ઓક્ટોબર (હિ.સ.)દિવાળીની રાત્રે પાટણના આનંદ સરોવર પાસે ફટાકડાની લારીમાં આગ લાગવાની ઘટના બની હતી. ફટાકડાના મોટા જથ્થા હોવાને કારણે, આગે તુરંત વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. ફટાકડાના સતત ધડાકા અને ધૂમાડાની વચ્ચે લોકોમાં ગભરાટ ફેલાયો હતો, પરંતુ સદનસીબે કોઈ જાનહાનિ થઈ નહોતી.

દેવીપૂજક સમાજના અશોકભાઈ પટણીએ જણાવ્યા મુજબ, એક સળગતું રોકેટ લારી પર પડી હતું. લારી પર બેઠેલી મહિલા તેને હટાવી શકી નહોતી, જેના કારણે આગ લાગી હતી અને ફટાકડાનો સંપૂર્ણ જથ્થો બળી ગયો હતો. દિવાળીના તહેવારને લઈને આનંદ સરોવર પાસે ફટાકડાના સ્ટોલ અને લારીઓ ગોઠવવામાં આવી હતી, જેમાંથી એક લારી આ દુર્ઘટનાનો ભોગ બની.

ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્ટેન્ડબાય પર હોવાથી, આગ લાગતાની સાથે જ સ્થાનિકોની મદદથી સ્થળ પર પહોંચી ગઈ હતી અને સમયસર આગ પર કાબૂ મેળવી લીધો હતો. ફટાકડાની લારી તો સંપૂર્ણ બળી ગઈ, પણ ફાયર બ્રિગેડ અને સ્થાનિક લોકોના સહકારથી મોટી દુર્ઘટના ટળી અને કોઈ જાનહાનિ થવાથી બચી લેવામાં સફળતા મળી.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande