રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાથે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની શુભેચ્છા મુલાકાત
ગાંધીનગર, 21 ઓક્ટોબર (હિ.સ.): ગાંધીનગર, રાજભવન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાથે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ શુભેચ્છા લીધી હતી. રાજ્યપાલએ વિધાનસભાના અધ્યક્ષનું પુષ્પગુચ્છથી સ્વાગત તેમજ શાલ ઓઢાડી સમ્માન કર્યું હતું. રાજ્યપાલ અને અધ્યક્ષ
રાજભવન ખાતે મુલાકાત લીધી


રાજભવન ખાતે મુલાકાત લીધી


ગાંધીનગર, 21 ઓક્ટોબર (હિ.સ.): ગાંધીનગર, રાજભવન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાથે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ શુભેચ્છા લીધી હતી. રાજ્યપાલએ વિધાનસભાના અધ્યક્ષનું પુષ્પગુચ્છથી સ્વાગત તેમજ શાલ ઓઢાડી સમ્માન કર્યું હતું. રાજ્યપાલ અને અધ્યક્ષ એ એક બીજાને દિપોત્સવ પર્વની શુભકામનાઓ પાઠવી હતી.

આ પ્રસંગે રાજ્યપાલએ દેશમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા પ્રેરિત રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશન, આત્મનિર્ભર ભારત, સ્વચ્છતા અભિયાન જેવા વિષયો પર અધ્યક્ષ સાથે ચર્ચા કરી હતી. અધ્યક્ષએ ગુજરાત વિધાનસભા દ્વારા કરાયેલા નવીનત્તમ પ્રયાસોની રાજ્યપાલને માહિતી પુરી પાડી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande