જામનગર, 21 ઓક્ટોબર (હિ.સ.) : દિવાળીના આ પવિત્ર અવસરે, જ્યારે સૌ કોઈ પોતાના પરિવાર સાથે ઉત્સવ મનાવી રહ્યું હતું, ત્યારે શહેરના નેતાઓએ સમાજના વંચિત અને વડીલો સાથે સમય વિતાવીને એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડયું હતું.
જામનગરના દક્ષિણ વિધાનસભા વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરીએ પોતાની પ્રતિ વર્ષની પરંપરાને આ વર્ષે પણ જાળવી રાખી હતી. તેઓએ દિવાળી પર્વની ઉજવણી પોતાના જનસંપર્ક કાર્યાલય પર, ગરીબ ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા નાના બાળકો સાથે કરી હતી. બાળકો સાથે ફટાકડા ફોડી અને મીઠાઈ વહેંચીને તેઓએ આ માસૂમ ચહેરાઓ પર જે ખુશી લાવી, તે જ સાચી દિવાળી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt