પોરબંદર મનપાએ મિલ્કત ટ્રાન્ફર ફ્રીમાં થોકી બેસેડયો એક અને અડધો ટકો.
પોરબંદર, 21 ઓક્ટોબર (હિ.સ.) પોરબંદર શહેરમાં છેલ્લા ઘણા સમયથી નગરજનો મનપાએ વધારેલા વેરા વિરોધ નોંધાવતા હતા છેવટે ધારાસભ્યની જાહેરાતના બે માસ બાદ મનપાએ વેરામા 45 ટકા જેવો ધટાડો કર્યો છે પરંતુ હાલ પોરબંદર મિલ્કત ટ્રાન્ફર ફ્રીનો મુદો ઉઠયો છે વેરા વધા
પોરબંદર મનપાએ મિલ્કત ટ્રાન્ફર ફ્રીમાં થોકી બેસેડયો એક અને અડધો ટકો.


પોરબંદર મનપાએ મિલ્કત ટ્રાન્ફર ફ્રીમાં થોકી બેસેડયો એક અને અડધો ટકો.


પોરબંદર, 21 ઓક્ટોબર (હિ.સ.) પોરબંદર શહેરમાં છેલ્લા ઘણા સમયથી નગરજનો મનપાએ વધારેલા વેરા વિરોધ નોંધાવતા હતા છેવટે ધારાસભ્યની જાહેરાતના બે માસ બાદ મનપાએ વેરામા 45 ટકા જેવો ધટાડો કર્યો છે પરંતુ હાલ પોરબંદર મિલ્કત ટ્રાન્ફર ફ્રીનો મુદો ઉઠયો છે વેરા વધારે સામે લડત ચલાવનાર જીતેન્દ્ર મદલાણીએ વધુ એકવાર મિલ્કત ટ્રાન્ફસરમા થોકી બેસાડેલો એક અને અડધો ટકો વધારા સામે વિરોધ વ્યકત કર્યો છે.

પોરબંદરના સામાજીક કાર્યકર અને વેપારી જીતેન્દ્ર મદલાણીએ જણાવ્યુ કે, વેરાની સાથે સંકળયેલો મિલ્કત ટ્રાન્ફર ફ્રી મુદે હજુ સુધી પોરબંદર મનપાએ કશૂ જાહેરાત કરી નથી. આખા ગુજરાતમાં કોઇ મહાનગરપાલિકાં મિલ્કત ટ્રાન્ફર ફ્રીમાં એક કે અડધો ટકો છે તેવુ જાણવા મળતુ નથી. રાજકોટ જેવા મોટા શહેરમાં આજે પણ મિલ્કત ટ્રાન્ફરમાં રૂપિયા 500 અને 1000 રૂપિયા રહેણાંક અને કમોશિયલમા છે જેની સામે પોરબંદરમાં 1000 અને 2000 મીલ્કત ટ્રાન્ફર ફ્રી પેટે વસુલતી હતી પરંતુ મનપાએ પોરબંદરની પરિસ્થિતિ સમજીયા વગર મિલ્કત ટ્રાન્ફર ફ્રીમા એક ટકો અને અડધો ટકો થોકી બેસાડી દીધેલ છે ઉદાહરણ તરીકે મિલ્કત 50 લાખની ટ્રાન્ફર કરાવો છો તો તેના 1 ટકો એટલે 50,000 રૂપીયા મનપાને મિલ્કત ટ્રાન્ફર પેટે આપવા પડે એમ છે અને આખા ગુજરાતમાં આ રીતે ક્યાંય નથી પોરબંદર મનપાએ એક ટકો અને અડધો ટકો મિલ્કત ટ્રાન્ફર ફ્રી કરી નાખતા હાલ લોકોને ભારે મુશ્કેલી થઇ રહી છે એક તરફ પોરબંદરમાં ધંધા રોજગારી નથી મનપા પોરબંદરની પરિસ્થિતિને જાણાય વગર મન ફાવે તેવા નિર્ણય લે છે તે યોગ્ય નથી મિલ્કત ટ્રાન્ફર ફ્રી પોરબંદરની પરિસ્થિતિ જોઇ રાખવી જોઇએ તેમ જીતેન્દ્ર મદલાણી ઇન્ટરવ્યુના માધ્યમથી જણાવ્યુ હતુ.

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande