એસ.વી.આઇ.ટી. NSS યુનિટના સ્વયંસેવકો દ્વારા દિવ્યાંગ બાળકોની મદદ
વડોદરા, 21 ઓકટોબર (હિ.સ.): એસ.વી.આઇ.ટી NSS Unit દ્વારા આ દિવાળી દિવ્યાંગ ભાઈઓ બહેનો સાથે ઉજવવાનું નક્કી કર્યું હતું અને લોકલ ટુ વોકલ ને પ્રાધાન્ય આપી આ દિવાળીના દિયા પણ આ દિવ્યાંગ બાળકો દ્વારા બનાવેલા ખરીદ્યા હતા. એસ.વી.આઇ.ટી NSS યુનિટના સ્વયંસ
એસ.વી.આઇ.ટી. NSS યુનિટના સ્વયંસેવકો દ્વારા દિવ્યાંગ બાળકોની મદદ


વડોદરા, 21 ઓકટોબર (હિ.સ.): એસ.વી.આઇ.ટી NSS Unit દ્વારા આ દિવાળી દિવ્યાંગ ભાઈઓ બહેનો સાથે ઉજવવાનું નક્કી કર્યું હતું અને લોકલ ટુ વોકલ ને પ્રાધાન્ય આપી આ દિવાળીના દિયા પણ આ દિવ્યાંગ બાળકો દ્વારા બનાવેલા ખરીદ્યા હતા.

એસ.વી.આઇ.ટી NSS યુનિટના સ્વયંસેવકો એ નક્કી કર્યું હતું કે સ્પેશિયલ બાળકો દ્વારા બનાવેલા સ્પેશિયલ દિયા પોતે પણ ખરીદશે અને અન્ય લોકોને પણ ખરીદવા માટે પ્રોત્સાહન આપશે. એસ.વી.આઇ.ટી વાસદ કોલેજમાં ગુરુકૃપા રેસીડેન્સીયલ સ્કૂલ, આણંદ અને સાંઈ રેસીડેન્સીયલ સ્કૂલ, વડોદરા ના સ્પેશિયલ બાળકો દ્વારા બનાવેલા દિયાનું એક્ઝિબિશન અને સેલ રાખવામાં આવ્યું હતું. જેમાં 5000 થી પણ વધુના દિયાનું વેચાણ કરી જે રકમ આવી તે આ બાળકોને આપી હતી. એસ.વી.આઇ.ટી ના વિદ્યાર્થી, સ્ટાફ અને મેનેજમેન્ટ એ પણ આ દિવાળીમાં સ્પેશિયલ બાળકો દ્વારા બનાવેલા દિવ્ય જ્યોત દિયા નો ઉપયોગ કરવાનો નિર્ણય કર્યો છે અને તેથી કરીને જ દિયા ખરીદીને લોકલ ટુ વોકલ ને પ્રાધાન્ય આપી આ બાળકોને મદદ કરી હતી.

આ પ્રસંગે એસ.વી.આઇ.ટીના અધ્યક્ષ ભાસ્કર પટેલે વિદ્યાર્થીઓને જણાવ્યું હતું કે રોજિંદા વપરાશમાં આવતી નાનામાં નાની વસ્તુ પણ અમે લોકલ માર્કેટથી અને લોકલ પ્રોડક્ટ જ ખરીદીએ જેથી કરીને આવનાર સમયમાં અમે સ્વાવલંબન બની શકીએ અને સશક્ત રાષ્ટ્ર શક્તિનું નિર્માણ કરી શકીએ, આના થકી જ દેશના દરેક વ્યક્તિને રોજગારી રોજગારી મળી શકશે.સમગ્ર સ્પર્ધાનું સંચાલન આચાર્ય ડૉ.ડી પી સોનીની સીધી દેખરેખ નીચે કોલેજના પ્રોગ્રામ ઓફિસર એનએસએસ. ડૉ. વિકાશ અગ્રવાલ દ્વારા કરવામાં આવ્યું હતું. સમસ્ત એસ.વી.આઇ.ટી પરિવાર તરફથી આવા ઉમદા કાર્ય માટે સર્વેને શુભેચ્છાઓ પાઠવી હતી.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande