સુરત, 21 ઓક્ટોબર (હિ.સ.): દિવાળીની રાત્રે શહેરના પર્વત પાટિયા વિસ્તારના જલારામ નગર ખાતે એક મકાનમાં અચાનક આગ લાગી હતી.
આ ઘટનામાં ફાયર વિભાગે તાત્કાલિક કાર્યવાહી કરીને અઢી વર્ષની બાળકી સહિત પરિવારના પાંચ સભ્યોનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું હતું.
સમયસરની કાર્યવાહીને કારણે મોટી દુર્ઘટના ટળી હતી. આ સિવાય પણ પાંડેસરા વિસ્તારના મમતા મંડપ અને માતોશ્રી મેરેજ હોલ, તેમજ સરથાણા એન્થમ સર્કલ નજીક ફટાકડાના સ્ટોલમાં આગ લાગવાના બનાવો નોંધાયા હતા, જેના કારણે વિસ્તારના લોકોમાં ભય અને અફરાતફરી મચી ગઈ હતી.
ફાયર વિભાગની ઝડપી પ્રતિસાદ અને જવાનોની સતર્કતાને કારણે શહેરે મોટી જાનહાનિથી રાહતનો શ્વાસ લીધો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે