ઉનામાં દિવાળી પર્વે 3 બગીચા ખુલ્લા મુકાશે: રૂ. 3.5 કરોડથી વધુના ખર્ચે બનેલા બગીચા શહેરીજનોને અર્પણ કરાશે
ગીર સોમનાથ, 21 ઓક્ટોબર (હિ.સ.): ઉના શહેરમાં આવતીકાલે દિવાળીના પાવન પર્વે ત્રણ નવનિર્મિત બગીચા શહેરીજનો માટે ખુલ્લા મૂકવામાં આવશે. આ બગીચાઓ રૂ. 3.5 કરોડથી વધુના ખર્ચે તૈયાર કરવામાં આવ્યા છે. ઉનાના ધારાસભ્યએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, આ બ
દિવાળી પર્વે 3 બગીચા ખુલ્લા મુકાશે


ગીર સોમનાથ, 21 ઓક્ટોબર (હિ.સ.): ઉના શહેરમાં આવતીકાલે દિવાળીના પાવન પર્વે ત્રણ નવનિર્મિત બગીચા શહેરીજનો માટે ખુલ્લા મૂકવામાં આવશે. આ બગીચાઓ રૂ. 3.5 કરોડથી વધુના ખર્ચે તૈયાર કરવામાં આવ્યા છે.

ઉનાના ધારાસભ્યએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, આ બગીચાઓ સાજનનગર, શિશુભારતી સ્કૂલ પાસે અને ટાઉન હોલના કમ્પાઉન્ડમાં બનાવવામાં આવ્યા છે. શહેરના સોસાયટી વિસ્તારોમાં નિર્માણ પામેલા આ બગીચાઓનો લાભ સિનિયર સિટીઝનો, બાળકો સહિતના તમામ શહેરીજનો લઈ શકશે. આ આધુનિક બગીચાઓમાં તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ખાસ કરી ને સિનિયર સિટીઝનો માટે વોકિંગ એરિયા પણ રાખવામાં આવેલ છે તેમજ લાઈટિંગની સુવિધા પણ ઉપલબ્ધ હોવાથી લોકો રાત્રીના સમયે પણ બગીચામાં જઈ શકશે સોસાયટી વિસ્તારમાં બગીચાનું નિર્માણ કરવાથી એ વિસ્તારના રહીશો પણ એકબીજાની નજીક આવી શકે અને એક પારિવારિકભાવના પણ બંધાય.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande