પોરબંદર, 21 ઓક્ટોબર (હિ.સ.) વિસાવાડા મરશીયા સીમનો રસ્તો લાંબા સમય બાદ મંજૂર થયો છે પોરબંદરના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી અજુન મોઢવાડીયા કરેલી રજુઆતે ગાંધીનગરથી રસ્તાની મંજુર મળતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો
પોરબંદરના વિસાવાડા મરસીયા સીમનો રસ્તો ઘણા લાંબા સમયથી મંજૂર થઈ ગયેલ હતો અને ઘણી વખત તેમના ટેન્ડરો થયેલા હતા પરંતુ દરેક વખતે ઊંચા ઓનમાં ભાવ ભરાતા હોવાથી તેવા ઉંચા ભાવના કારણે દરેક વખતે નેગોસીએશનમાં આવા રસ્તાઓને ગાંધીનગર ડિપાર્ટમેન્ટ માંથી ટેન્ડરો રદ કરવામાં આવતા હતા જેથી આ રસ્તો થઈ શકતો ન હતો તેથી તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ પ્રતાપ કેશવાલા અને જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ આવડા ઓડેદરા દ્વારા ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાને મરશિયા સીમના આ રસ્તા બાબતે રજૂઆત કરતા કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયા દ્વારા ગાંધીનગર ખાતે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી ને હાલ આ રસ્તાને ગાંધીનગર નાણા વિભાગમાંથી મંજૂર મળી ગયેલ છે જે ટૂંક સમયમાં કોન્ટ્રાક્ટરને વર્ક ઓર્ડર આપી રસ્તો ચાલુ કરવામાં આવશે
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya