દિવાળીમાં જ્યાં સૌ કરે છે લક્ષ્મી પૂજા, ત્યાં મહેસાણામાં બંગાળી સમાજ કરે છે મા કાલીની આરાધના
બંગાળ ફ્રેન્ડ્સ એસોસીએશન દ્વારા અનોખી મહાનિશા પૂજા મહેસાણા, 21 ઓક્ટોબર (હિ.સ.): દિવાળીની રાત્રે જ્યારે આખું ભારત લક્ષ્મી પૂજાના દીવાઓથી ઝગમગી ઉઠે છે, ત્યારે મહેસાણા શહેરમાં બંગાળી સમાજ દ્વારા મા કાલીની આરાધનાથી એક અલગ જ આધ્યાત્મિક માહોલ સર્જાય છે.
દિવાળીમાં જ્યાં સૌ કરે છે લક્ષ્મી પૂજા, ત્યાં મહેસાણામાં બંગાળી સમાજ કરે છે મા કાલીની આરાધના — બંગાળ ફ્રેન્ડ્સ એસોસીએશન દ્વારા અનોખી મહાનિશા પૂજા

બંગાળ ફ્રેન્ડ્સ એસોસીએશન દ્વારા અનોખી મહાનિશા પૂજા

મહેસાણા, 21 ઓક્ટોબર (હિ.સ.): દિવાળીની રાત્રે જ્યારે આખું ભારત લક્ષ્મી પૂજાના દીવાઓથી ઝગમગી ઉઠે છે, ત્યારે મહેસાણા શહેરમાં બંગાળી સમાજ દ્વારા મા કાલીની આરાધનાથી એક અલગ જ આધ્યાત્મિક માહોલ સર્જાય છે. મહેસાણાના બંગાળ ફ્રેન્ડ્સ એસોસીએશન દ્વારા છેલ્લા ચાર વર્ષથી દર દિવાળીએ પરંપરાગત રીતે કાલી પૂજાનું આયોજન કરવામાં આવે છે, જેને “મહાનિશા પૂજા” તરીકે ઓળખવામાં આવે છે.

આ પૂજાનો હેતુ માત્ર ધાર્મિક નહીં પરંતુ સાંસ્કૃતિક છે. બંગાળી સમાજ કોલકાતાની પરંપરા મુજબ માટીની કાલીમાતાની પ્રતિમા સ્થાપી, રાત્રે અમાસના નિશીથ કાળમાં ભક્તિપૂર્વક પૂજા કરે છે. જ્યાં ગુજરાતમાં લોકો લક્ષ્મી પૂજા કરીને ધન અને સમૃદ્ધિની કામના કરે છે, ત્યાં બંગાળી ભક્તો મા કાલીની પૂજાથી આંતરિક અંધકાર, ભય અને અજ્ઞાનના નિવારણનો સંકલ્પ લે છે.

બંગાળ ફ્રેન્ડ્સ એસોસીએશનના અધ્યક્ષ શ્યામલદાસ જણાવે છે કે, “અહીં રહેલા બંગાળી ભક્તોને કોલકાતાની કાલી પૂજાનો આનંદ મળે એ જ અમારો હેતુ છે.”

દિવાળીની આ અનોખી ઉજવણી મહેસાણા શહેરને આધ્યાત્મિકતા, સંસ્કૃતિ અને એકતાના દીવાઓથી ઝળહળતું બનાવે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR

 rajesh pande