ભાવનગર, 22 ઓકટોબર (હિ.સ.): ભાવનગર દર વર્ષની જેમ આ વર્ષે પણ કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ દેશની સરહદે રહીને માતૃભૂમિની રક્ષા માટે રાત-દિવસ સેવા આપતા અને પોતાના જીવની પરવા કર્યા વિના દેશવાસીઓની સલામતી માટે ખડેપગે રહેનાર જવાનોના ઘરે મ્હો મીઠું કરાવી દિપાવલી પર્વની ઉજવણી કરી હતી.
આ વેળાએ મંત્રીએ ભાવનગર શહેરના કાળીયાબીડ વોર્ડ, નારી વોર્ડ, કુંભારવાડા વોર્ડ, બોરતળાવ વોર્ડ સહિતના વિસ્તારોમાં રહેતા જવાનો અને જવાનોના પરિવારજનો સાથે સંવાદ-વાર્તાલાપ કર્યો હતો. મંત્રીએ સંવાદ કરતા કહ્યું કે, દેશ માટે જીવવું અને મા ભારતીની રક્ષા કાજે સમર્પિત થઈ જવું એવી વતન પરસ્તીથી સેવારત વીર જવાનો પ્રત્યે પ્રત્યેક ભારતવાસીઓને ગૌરવ અને માન-સન્માન છે.
આ તકે મેયર ભરત બારડ, ડેપ્યુટી મેયર મોના પારેખ સહિતના પદાધિકારીઓ,આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ