નૂતન વર્ષ નિમિત્તે સી.આર. પાટીલનું સંબોધન: ‘વોકલ ફોર લોકલથી નાના વેપારીઓને નવી તાકાત મળી’
સુરત, 22 ઓક્ટોબર (હિ.સ.)-નૂતન વર્ષના અવસરે કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ગુજરાત ભાજપના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના સુરત નિવાસસ્થાને સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં કાર્યકરો, નેતાઓ અને નાગરિકોએ હાજરી આપી શુભેચ્છાઓ પા
સુરત


સુરત, 22 ઓક્ટોબર (હિ.સ.)-નૂતન વર્ષના અવસરે કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ગુજરાત ભાજપના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના સુરત નિવાસસ્થાને સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં કાર્યકરો, નેતાઓ અને નાગરિકોએ હાજરી આપી શુભેચ્છાઓ પાઠવી હતી.

પાટીલે પોતાના પ્રજાજોગ સંબોધનમાં કહ્યું કે નવું વર્ષ દેશ માટે નવી ઊર્જા અને આશા લઈને આવ્યું છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના “વોકલ ફોર લોકલ” અભિયાનની પ્રશંસા કરતા જણાવ્યું કે, “દેશવાસીઓએ સ્વદેશી ચીજવસ્તુઓને અપનાવી છે, જેના કારણે નાના વેપારીઓને મોટો લાભ થયો છે.” પાટીલે ઉમેર્યું કે આ આત્મનિર્ભર ભારત તરફનું મહત્વપૂર્ણ પગલું છે અને દેશના નાગરિકોએ આ વિચારને વધુ આગળ વધારવો જોઈએ.

જળશક્તિ મંત્રાલયની કામગીરી અંગે બોલતાં તેમણે જણાવ્યું કે, અત્યાર સુધી દેશમાં 35 લાખ રેન વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચર ઊભા કરવામાં આવ્યા છે અને આગામી સમયમાં તેને એક કરોડ સુધી પહોંચાડવાનો સંકલ્પ રાખવામાં આવ્યો છે. પાટીલે દેશની જળસુરક્ષા માટે સહકાર આપવાની અપીલ સાથે પોતાના સંબોધનનો અંત કર્યો અને સૌ દેશવાસીઓને નૂતન વર્ષની હાર્દિક શુભકામનાઓ પાઠવી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande