અમિત શાહના અમદાવાદ નિવાસસ્થાને નવા વર્ષની શુભેચ્છા માટે નેતા-કાર્યકર્તાઓની ભીડ
- સીએમ અને હર્ષ સંઘવી સહિતના નેતાઓએ નવા વર્ષની શુભેચ્છા પાઠવી અમદાવાદ, 22 ઓકટોબર (હિ.સ.) : વિક્રમ સંવત 2082ના નૂતન વર્ષના મંગલ પ્રારંભે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ દિવાળી તહેવારના પાંચ દિવસ ગુજરાતનાં પ્રવાસે અમદાવાદ આવ્યા છે. આજે નૂતન
અમિત શાહના અમદાવાદ નિવાસસ્થાને નવા વર્ષની શુભેચ્છા


- સીએમ અને હર્ષ સંઘવી સહિતના નેતાઓએ નવા વર્ષની શુભેચ્છા પાઠવી

અમદાવાદ, 22 ઓકટોબર (હિ.સ.) : વિક્રમ સંવત 2082ના નૂતન વર્ષના મંગલ પ્રારંભે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ દિવાળી તહેવારના પાંચ દિવસ ગુજરાતનાં પ્રવાસે અમદાવાદ આવ્યા છે. આજે નૂતન વર્ષના મંગલ પ્રારંભે ગુજરાત ભાજપના દિગ્ગજ નેતાઓએ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ના અમદાવાદ સ્થિત નિવાસસ્થાને પહોંચી તેમને નવા વર્ષ તેમજ જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, ગુજરાત ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિતના નેતાઓએ શાહની મુલાકાત લીધી હતી. જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દિવસની શરૂઆત ગાંધીનગરના પંચદેવ મંદિર અને અડાલજ ત્રિમંદિરમાં પૂજા-અર્ચના કરીને કરી હતી અને રાજ્યના સર્વાંગી વિકાસ માટે પ્રાર્થના કરી હતી.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande