વડોદરામાં દિવાળીમાં નશામાં ધુત કારચાલકે 4 વર્ષના બાળક પર કાર ચડાવી દીધી, કારમાંથી દારૂની બોટલ મળી
વડોદરા, 22 ઓકટોબર (હિ.સ.) : વડોદરામાં દિવાળીના પડતર દિવસે નશામાં ધુત કારચાલકે અકસ્માત સર્જી એક માસૂમ બાળકનો જીવ ગુમાવ્યો હોવાની ઘટના બની છે. વડોદરાના અવધૂત ફાટક પાસે મોડીરાત્રે એક નબીરાએ બેફામ રીતે કાર હંકારી ફૂટપાથ પર સૂતેલા શ્રમજીવી પરિવાર ઉપર ચડ
વડોદરામાં દિવાળીમાં નશામાં ધુત કારચાલકે 4 વર્ષના બાળક પર કાર ચડાવી દીધી, કારમાંથી દારૂની બોટલ મળી


વડોદરા, 22 ઓકટોબર (હિ.સ.) : વડોદરામાં દિવાળીના પડતર દિવસે નશામાં ધુત કારચાલકે અકસ્માત સર્જી એક માસૂમ બાળકનો જીવ ગુમાવ્યો હોવાની ઘટના બની છે. વડોદરાના અવધૂત ફાટક પાસે મોડીરાત્રે એક નબીરાએ બેફામ રીતે કાર હંકારી ફૂટપાથ પર સૂતેલા શ્રમજીવી પરિવાર ઉપર ચડાવી દીધી હતી. આ અકસ્માતમાં 4 વર્ષના એક માસૂમ બાળક પર કારનાં પૈડાં ફરી વળતાં તેનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય 4 શ્રમજીવીને ઈજા પહોંચી હતી.અકસ્માત સર્જીને ભાગતાં કારચાલકનો લોકોએ પીછો કરીને ઝડપી બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો. એ દરમિયાન પોલીસે સ્થળ પર પહોંચી કારમાંથી વિદેશી દારૂની બોટલો કબજે કરી આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ અકસ્માત સર્જનાર આરોપી નીતિન કિશનભાઇ ઝા છે. અકસ્માત અવધૂત ફાટક વિશ્વામિત્રી રોડ પર બન્યો હતો, જ્યાં રાવપુરા પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનામાં સોનિયાબેન, આશાબેન અને ચાર વર્ષના બાળક નીતિનને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેમાં સ્થળ પર જ માસૂમનું મોત નીપજ્યું હતું. રાવપુરા પોલીસે આરોપીની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે ડીસીપી જગદીશ ચાવડાએ જણાવ્યું હતું કે અહીંથી રાવપુરા પોલીસ સ્ટેશનની હદમાં આ ગાડીનો ચાલક અકસ્માત કરીને અહીં અક્ષર ચોક સુધી ભાગીને આવી ગયો હતો અને પબ્લિકનાં ટોળાં એકત્રિત થઈ ગયાં હતાં. દરમિયાન પોલીસ આવીને આરોપીને લઈ ગઈ છે. બાળકના મોત અંગે તેમણે જણાવ્યું હતું કે અમારા એક અન્ય અધિકારી બનાવ બન્યો એ સ્થળે તપાસ કરી રહ્યા છે. ગાડી ચેક કરતાં એક દારૂની બોટલ મળી છે, સાથે બીજા અન્ય તેમની જે કોઈ જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ છે એ અસ્તવ્યસ્ત છે એ એક વખત ગાડીમાં વધારે ચેક કરીને જ જણાવીશું. આ ઘટના ખૂબ જ ગંભીર ગણી શકાય અને પોલીસ એમાં એકદમ સ્ટ્રિક એક્શન સાથે કાયદેસરની કાર્યવાહી કરશે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande