1 નવેમ્બરથી પડતર માગોને લઈને દુકાનધારકો સસ્તા અનાજની 17 હજાર દુકાનો બંધ
અમદાવાદ, 22 ઓકટોબર (હિ.સ.) : આગામી 1લી નવેમ્બરથી રાજ્યમાં સસ્તા અનાજની 17 હજાર જેટલી દુકાનો પડતર માગોને લઈને દુકાનધારકો અચોક્કસ મુદ્દત સુધી બંધ રહેશે. દોઢ વર્ષ પહેલા સરકાર સાથે પડતર માંગણીઓને લઈને ચર્ચા કરવામાં આવી હતી પરંતુ, દોઢ વર્ષ બાદ પણ તેનો અ
1 નવેમ્બરથી પડતર માગોને લઈને દુકાનધારકો સસ્તા અનાજની 17 હજાર દુકાનો બંધ


અમદાવાદ, 22 ઓકટોબર (હિ.સ.) : આગામી 1લી નવેમ્બરથી રાજ્યમાં સસ્તા અનાજની 17 હજાર જેટલી દુકાનો પડતર માગોને લઈને દુકાનધારકો અચોક્કસ મુદ્દત સુધી બંધ રહેશે. દોઢ વર્ષ પહેલા સરકાર સાથે પડતર માંગણીઓને લઈને ચર્ચા કરવામાં આવી હતી પરંતુ, દોઢ વર્ષ બાદ પણ તેનો અમલ ન થતા હવે આખરે સસ્તા અનાજના દુકાનધારકો અને સંગઠન સાથે મળીને વિતરણ પ્રથાથી અળગા રહીને સરકાર સામે આંદોલનનો માર્ગ અપનાવશે.

સરકાર સમક્ષ રજૂ કરેલી તમામ માંગણીઓનો અમલ કરવામાં આવે એવી માગ સાથે સરકાર સામે વિરોધ કરશે તેમજ અન્ન અને પુરવઠા વિભાગના અધિકારી આવ્યા બાદ વિવાદિત પરિપત્ર થતા હોવાના આરોપ સાથે દુકાનધારકોએ પરમિટ જનરેટ કરવાનો પણ ઇન્કાર કર્યો છે.

પુરવઠા વિભાગના અધિકારી દ્વારા અનેક પ્રકારના વિવાદિત પરિપત્ર કરવામાં આવ્યો હોવાનો આરોપ પણ ફેર પ્રાઈઝ એસોસિએશનના પ્રમુખ પ્રહલાદ મોદી લગાવી રહ્યા છે. વિવાદિત પરિપત્ર કરીને સસ્તા અનાજના દુકાનધારકોને ગુલામ બનાવવા માટે પ્રયાસ કરવામાં આવતા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

ફેર પ્રાઈઝ એસોસિએશનના પ્રમુખ પ્રહલાદ મોદીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં સસ્તા અનાજની દુકાનદારોને વાચા આપવા માટે બે સંગઠન અસ્તિત્વ ધરાવે છે. બંને સંગઠન સાથે દોઢ વર્ષ પહેલા અમારી પડતર માંગણીઓ બાબતે થયેલી ચર્ચા અને સરકાર સાથે થયેલી સહમતિનો અમલ ના થતા 1લી નવેમ્બરથી વિતરણ પ્રથાથી અળગા રહી અસહકારનું આંદોલન કરવાની ફરજ પડી છે. જૂના પ્રશ્નોની ચર્ચા થયા પછી તેનો અમલ નથી થયો તેનો અમલ કરાવવા માટે આંદોલન કરીશું. કમિશન ચાર વર્ષથી વધાર્યું નથી એટલા કમિશન વધારવાની પણ અમારી માંગણી છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande