મહેસાણા, 22 ઓક્ટોબર (હિ.સ.) દિવાળીની રજાઓ દરમિયાન જ્યારે શહેરોમાં વસેલા લોકો પોતાના વતન તરફ પાછા વળે છે, ત્યારે મહેસાણા જિલ્લાના વાલમ ગામમાં એક ખાસ પહેલ જોવા મળે છે. અહીં દર વર્ષે રજાના સમયગાળામાં વિન્ટર કેમ્પનું આયોજન કરવામાં આવે છે, જેમાં ગામના સાથે શહેરથી આવેલા બાળકો અને યુવાનો પણ જોડાય છે.આ કેમ્પમાં શિક્ષણ, સંસ્કાર અને મનોરંજનનું સુન્દર સંમિશ્રણ જોવા મળે છે. વિવિધ રમતગમત સ્પર્ધાઓ, સાંસ્કૃતિક કાર્યક્રમો, ભાષણ અને ચિત્રકલા જેવી પ્રવૃત્તિઓ દ્વારા બાળકોમાં આત્મવિશ્વાસ અને ટીમવર્કનો વિકાસ થાય છે. ગામના શિક્ષકો અને યુવક મંડળના સહયોગથી આ કાર્યક્રમ વધુ રસપ્રદ અને શૈક્ષણિક બની રહે છે.વાલમ ગામની આ પહેલ માત્ર તહેવાર બાદની મોજમસ્તી પૂરતી નથી, પરંતુ નવી પેઢીને મૂલ્યો, સંસ્કૃતિ અને સમૂહભાવના સાથે જોડવાનો એક સુંદર પ્રયાસ છે. ગામડાની આ પહેલ બતાવે છે કે રજાઓનો સમય ફક્ત આરામ માટે નહીં, પણ શીખવા અને જોડાવા માટેનો પણ શ્રેષ્ઠ અવસર બની શકે છે.
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR