સેન્ટર ઓફ એકસેલન્સ ફોર હોર્ટીકલ્ચર ક્રોપ કચેરી દ્વારા મરચા અને ટામેટાના હાઈબ્રીડ શાકભાજી બિયારણની ખરીદી માટે ભાવો મંગાવાયા
પોરબંદર, 24 ઓક્ટોબર (હિ.સ.) : ચાલુ વર્ષ 2205-26 દરમ્યાન સેન્ટર ઓફ એકસેલન્સ ફોર હોર્ટીકલ્ચર ક્રોપ્સ, મજીવાણા ખાતે રવિ સીઝન દરમિયાન ધરુ તૈયાર કરવા માટે મરચા અને ટામેટાના હાઈબ્રીડ શાકભાજી બીયારણની ખરીદી કરવાની છે. આ માટે કુલ 130 (એકસો ત્રીસ) પેકેટ હા
સેન્ટર ઓફ એકસેલન્સ ફોર હોર્ટીકલ્ચર ક્રોપ કચેરી દ્વારા મરચા અને ટામેટાના હાઈબ્રીડ શાકભાજી બિયારણની ખરીદી માટે ભાવો મંગાવાયા


પોરબંદર, 24 ઓક્ટોબર (હિ.સ.) : ચાલુ વર્ષ 2205-26 દરમ્યાન સેન્ટર ઓફ એકસેલન્સ ફોર હોર્ટીકલ્ચર ક્રોપ્સ, મજીવાણા ખાતે રવિ સીઝન દરમિયાન ધરુ તૈયાર કરવા માટે મરચા અને ટામેટાના હાઈબ્રીડ શાકભાજી બીયારણની ખરીદી કરવાની છે.

આ માટે કુલ 130 (એકસો ત્રીસ) પેકેટ હાઈબ્રીડ બીયારણની જરૂરિયાત છે.આ મરચા અને ટામેટાના હાઈબ્રીડ બીયારણના પેકેટ વેચાણ માટે રસ ધરાવતા વ્યક્તિઓ, વેપારીઓ કે એગ્રો એજન્સીઓએ એક પેકેટનું વજન વેરાયટી સાથેના ભાવ ઓફર મોકલવાની રહેશે જેમાં હાઈબ્રીડ બીયારણની વેરાયટીનું નામ,દરેક પેકેટનું વજન,દર (ભાવ) — તમામ ટેક્સ સહિત, ઓફર બંધ કવરમા મોકલવાની રહેશે

આ બંધ કવર આ જાહેર નિવિદા પ્રસિદ્ધ થયાની તારીખથી 15 દિવસની અંદર અધિકારી,

સેન્ટર ઓફ એકસેલન્સ ફોર હોર્ટીકલ્ચર ક્રોપ્સ,મજીવાણા, તા. અને જી. પોરબંદરના સરનામે રજીસ્ટર્ડ પોસ્ટ, સામાન્ય પોસ્ટ,સ્પીડ પોસ્ટ, કુરિયર દ્વારા મળવા જોઈએ.મોડા આવેલી અરજીઓ સ્વીકારવામાં અથવા ધ્યાનમાં લેવામાં આવશે નહીં.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande