
જુનાગઢ,30 ઓક્ટોબર (હિ.સ.) જૂનાગઢ નજીક શાપુર લોહાણા મહાજન વાડી ખાતે સંત શિરોમણી પૂજ્ય જલારામ બાપાની 226મી જન્મજયંતિની વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સવારે પૂજા અર્ચન, બપોરે 12 કલાકે જલારામ મંદિરે
અન્નકૂટ દર્શન, બપોરે ૩ કલાકે જ્ઞાતિના તેજસ્વી વિધાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો હતો જેમાં શિક્ષણ ક્ષેત્રે ઉજ્જવળ દેખાવ કરનાર વિધાર્થીઓને શિલ્ડ અને પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. સાંજે 5 કલાકે હવેલી ખાતે અન્નકૂટ મનોરથ દર્શન, સાંજે 6 કલાકે ફટાકડાની આતિશબાજી
સાથે જય જલારામ નાદ સાથે ભવ્ય શોભાયાત્રા શાપુરના મુખ્યમાર્ગો પર ફરી હતી આ તકે અનેક જગ્યાએ આકર્ષક ફ્લોટ્સ ઊભા કરવામાં આવ્યા હતા. બપોરે સ્વ.જમનાદાસ કાલિદાસ કારિયા પરિવાર દ્વારા જ્ઞાતિ સમૂહ ભોજનમાં મોટી સંખ્યામાં જ્ઞાતિજનોએ લાભ લીધો હતો.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ