સુરત નેચર પાર્કમાં દિવાળી રજાઓમાં ભીડ ધમધમ, 8 દિવસમાં 80 હજારથી વધુ મુલાકાતીઓ
સુરત, 24 ઓક્ટોબર (હિ.સ.)-સુરત શહેરના સરથાણા નેચર પાર્કમાં દિવાળી રજાઓની ધમધમાટ જોવા મળી રહી છે. દિવાળી, ઉનાળુ વેકેશન અને જાહેર રજાઓ દરમિયાન નેચર પાર્ક પ્રવાસીઓ માટે એક માનીતું અને લોકપ્રિય સ્થળ બની રહે છે. પાલિકા દ્વારા મળેલી માહિતી અનુસાર, 16 ઓક્
સુરતમાં નેચર પાર્ક


સુરત, 24 ઓક્ટોબર (હિ.સ.)-સુરત શહેરના સરથાણા નેચર પાર્કમાં દિવાળી રજાઓની ધમધમાટ જોવા મળી રહી છે. દિવાળી, ઉનાળુ વેકેશન અને જાહેર રજાઓ દરમિયાન નેચર પાર્ક પ્રવાસીઓ માટે એક માનીતું અને લોકપ્રિય સ્થળ બની રહે છે.

પાલિકા દ્વારા મળેલી માહિતી અનુસાર, 16 ઓક્ટોબરથી 23 ઓક્ટોબર સુધીના માત્ર આઠ દિવસમાં નેચર પાર્કમાં 81,119 મુલાકાતીઓ નોંધાયા છે. આ સાથે જ આ સમયગાળામાં પાર્ક દ્વારા સુરત મહાનગરપાલિકાને 23 લાખ રૂપિયાનું આવક નોંધાઈ છે.

ગાઇડ હીનાબેન પટેલે જણાવ્યું કે, મુલાકાતીઓની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને પાર્કમાં આરામદાયક સુવિધાઓ, સ્વચ્છતા, લાઇટિંગ અને સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી છે. ખાસ કરીને રવિવાર અને જાહેર રજાના દિવસોમાં ભીડ વધારે રહેતી હોવાથી મુલાકાતીઓ માટે તમામ જરૂરી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે.

હાલના સમયમાં પાર્કની ભીડ જોઈને, નવી ચાર ટિકિટ વિન્ડોઝ શરૂ કરવામાં આવી છે, જેથી દર્શકોની ટૂંકી અને સરળ પ્રવેશ વ્યવસ્થા થાય.

નેચર પાર્ક એક દિવસની નાનકડી ટુર માટે પણ લોકપ્રિય હોવાથી, રજાઓ દરમિયાન દર વર્ષે ભીડ અને આવકમાં રેકોર્ડ તોડ જોવા મળે છે. આ વર્ષની દિવાળી વેકેશનમાં પણ, પ્રારંભિક દિવસોની સ્થિતિ જોતા આગામી દિવસોમાં વધુ માતબર આવક અને ભીડ નોંધાવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande