સુરતના ગોદાદરા વિસ્તારમાં મેળાનો ધામધૂમથી આરંભ, પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એસ. આચાર્યની ચુસ્ત કામગીરીની પ્રશંસા
સુરત, 24 ઓક્ટોબર (હિ.સ.)-સુરતના ગોદાદરા વિસ્તારમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. દિવાળી અને છઠ પર્વ બાદ શરૂ થયેલો આ મેળો આસપાસના વિસ્તારોના લોકો માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. મેળામાં ઝુલા, રમતો, ફૂડ સ્ટોલ્
Aasapas


સુરત, 24 ઓક્ટોબર (હિ.સ.)-સુરતના ગોદાદરા વિસ્તારમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. દિવાળી અને છઠ પર્વ બાદ શરૂ થયેલો આ મેળો આસપાસના વિસ્તારોના લોકો માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.

મેળામાં ઝુલા, રમતો, ફૂડ સ્ટોલ્સ અને બાળકો માટેના મનોરંજનના અનેક સાધનો મૂકવામાં આવ્યા છે. સાંજ પડતાંજ મેળામાં લાઇટિંગથી ઝગમગાટ જોવા મળે છે અને પરિવારો તેમજ યુવાનોની ભારે ભીડ ઉમટી પડી રહી છે. સ્થાનિક વેપારીઓ માટે પણ આ મેળો રોજગાર અને વેપાર વધારવાનો સારો અવસર સાબિત થઈ રહ્યો છે.

આ મેળાની સુરક્ષા વ્યવસ્થા પર ગોદાદરા પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એસ. આચાર્યની ટીમ દ્વારા ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. તેમની ચુસ્ત કામગીરી અને સતર્ક પેટ્રોલિંગને કારણે મેળામાં ખિસ્સાકાતરાઓ અને અન્ય ગુનાખોર તત્વો પર અસરકારક નિયંત્રણ જોવા મળ્યું છે. સ્થાનિક લોકોએ અને વેપારીઓએ આચાર્ય સાહેબની મુસ્તેદી અને કાર્યપદ્ધતિની ખુલ્લેઆમ પ્રશંસા કરી છે.

મહાનગરપાલિકા દ્વારા પણ મેળા સ્થળે સફાઈ, લાઇટિંગ, પીવાનું પાણી અને મેડિકલ સુવિધાની વ્યવસ્થા કરવામાં આવી છે. પોલીસ અને સ્વયંસેવકો સતત દેખરેખ રાખી રહ્યા છે જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને.

ગોદાદરા તથા આસપાસના વિસ્તારોના લોકોમાં મેળાને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને આવતા દિવસોમાં ભીડમાં વધુ વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande