



કાશ્મીરીબાપુના આશીર્વાદથી પોથીયાત્રા હાથી, ઘોડા ,ઢોલ અને નગારા સાથે નગરમાં ફરી હતી
આવતીકાલથી રમેશભાઈ ઓઝા શ્રીમદ્દ ભાગવત કથાનું અમૃતમય રસપાન કરાવશે
કથા સ્થાન સુધી મહિલાઓએ કળશ જવારા માથે લઈ પોથીયાત્રાને શોભાયમાન કરી હતી
રામજીની મૂર્તિ સમીપ પોથીપૂજન અને આરતી કરવામાં આવી હતી
ભરૂચ, 24 ઓક્ટોબર (હિ.સ.): વાલિયા ખાતે શ્રીમદ્દ ભાગવત કથાના યજમાન ગોહિલ ફાઉન્ડેશનના જયદીપસિંહ ગોહિલ પરિવાર છે.
શ્રી મદ્દ ભાગવત કથાનું રસપાન રમેશભાઈ ઓઝા દ્વારા કરવામાં આવશે. કાર્યક્રમ આદિવાસી વિસ્તારના સમુદાયના આધ્યાત્મિક કલ્યાણ માટે આયોજન કરવામાં આવ્યું છે.આ નિમિત્તે આજરોજ ભવ્યાતિભવ્ય પોથીયાત્રા વાલિયા નગરમાં ફેરવવામાં આવી હતી જેમાં હાથી,ઘોડા,ઢોલ,નગારા સાથે શ્રી કૃષ્ણ શરણમ મમના નાદ સાથે હર્ષોલ્લાસથી સંપન્ન થઈ હતી.
જીએનએફસી ગ્રાઉન્ડ વાલિયા-નેત્રંગ રોડ, સીતારામ સેવા ટ્રસ્ટ હોસ્પિટલ પાસે, વાલિયા, જિલ્લો ભરૂચ ગુજરાત ખાતે શ્રીમદ્દ ભાગવત કથા આવતીકાલથી તા 25/10/2025 થી પ્રારંભ થઈ રહી છે.પોથીયાત્રા રૂટમાં નાસિક ઢોલ નગારા અને ત્રાસના અવાજથી વાતાવરણ ગુંજી રહ્યું હતું.કથા સ્થાન ઉપર પોથીયાત્રા પહોચતા કુંવારિકાઓ ભવ્ય સ્વાગત કર્યું હતું. રામજીની મૂર્તિ આગળ આરતી કરવામાં આવી હતી.યજમાન પરિવારે પોથી માથે લઈ ભાવ સાથે વ્યાસપીઠ ઉપર બિરાજમાન કરી વ્યાસપીઠની પ્રદક્ષિણા કરી દર્શન અને પૂજન કર્યા હતા.આ પોથીયાત્રામાં નેત્રંગ,વાલિયા,ઝઘડિયા અને અંકલેશ્વર તેમજ આજુબાજુના તાલુકાના ભાવિક ભક્તો જોડાયા હતા.પોથીયાત્રા બાદ ભક્તોએ મહાપ્રસાદમ આરોગી પાવન થયા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ