રાણાવાવ તાલુકાના બિલેશ્વર અને તરસાઈ પાટીયા નજીકના બ્રીજ પર ભારે વાહનની અવરજવર પ્રતિબંધ
પોરબંદર, 24 ઓક્ટોબર (હિ.સ.) : પોરબંદર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ જે.બી.વદર દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ-1951 ની કલમ-33(1)(ખ) અન્વયે રાણાવાવ તાલુકાના બિલેશ્વર ગામ પાસે આવેલ મેજર બ્રીજ સીડી નં.14/3 તથા તરસાઇના પાટીયા પાસે આવેલ સીડી નં.18/4 બ્રીજ ખરાબ પર
રાણાવાવ તાલુકાના બિલેશ્વર અને તરસાઈ પાટીયા નજીકના બ્રીજ પર ભારે વાહનની અવરજવર પ્રતિબંધ


પોરબંદર, 24 ઓક્ટોબર (હિ.સ.) : પોરબંદર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ જે.બી.વદર દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ-1951 ની કલમ-33(1)(ખ) અન્વયે રાણાવાવ તાલુકાના બિલેશ્વર ગામ પાસે આવેલ મેજર બ્રીજ સીડી નં.14/3 તથા તરસાઇના પાટીયા પાસે આવેલ સીડી નં.18/4 બ્રીજ ખરાબ પરિસ્થિતીમાં હોવાથી આ માઇનોર બ્રીજની રીકન્ટ્રકશનની કામગીરી પુર્ણ ન થાય ત્યાં સુધી આ માઇનોર બ્રીજ ઉપર એમ્બ્યુલન્સ, કાર અને દ્રિચકી વાહનો સિવાયના ભારે/મધ્યમ વાહનોની અવર જવર કરવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે

ભારે /મધ્યમ વાહનોએ અવરજવર માટે વૈકલ્પિક રૂટ તરીકે પોરબંદર થી ખંભાળીયા આવતા જતાં ભારે વાહનો માટે પોરબંદર બાયપાસ (રોડ દ્રારકા-સોમનાથ)- અડવાણા - ખંભાળીયા (કુલ કિ.મી.66) રોડનો ઉપયોગ કરવાનો રહેશે.

તેમજ પોરબંદર થી ભાણવડ જતા ભારે વાહનો માટે પોરબંદર બાયપાસ (દ્વારકા રોડ-સોમનાથ)- બખરલા ભાણવડ-નાગકા-(કુલ કિ.મી.36) રોડનો ઉપયોગ કરવાનો રહેશે.

જાહેરનામાની શરતો મુજબ વાહનચાલકે પોતાનું વાહન ગતિ મર્યાદામાં ચલાવવું અને અકસ્માતના બનાવો ન બને તેની ખાસ તકેદારી રાખવી. ભારે વાહન ચાલકે તેમના વાહનની સાઇઝથી વધારે અને ક્ષમતાથી વધારે માલ ન ભરવો. માલ ભરેલ વાહનમાં માલ ઉપર તાલપત્રી બાંધવી. કોઇપણ વાહનચાલકે મ્યુઝિકલ હોર્નનો ઉપયોગ કરવો નહિ. ટ્રાફિક ડાયવર્ઝન અંગેના સાઇન બોર્ડ વાહનચાલકોને દિવસ તથા રાત્રીના સમયે સ્પષ્ટ દેખાય તે રીતે લગાવવાના રહેશે.

આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યકિત ગુજરાત પોલીસ અધિનિયમ-1951 ની કલમ-131 હેઠળ સજાને પાત્ર ઠરશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande