વિજાપુર નજીક હીટ એન્ડ રન અકસ્માત: બે વૃદ્ધ મહિલાના મોત, સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી
મહેસાણા, 24 ઓક્ટોબર (હિ.સ.) મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકા નજીક ગવાડા અને મહાદેવપુર (ગ) રોડ પર ગમખ્વાર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. આ દુર્ઘટનામાં બે વૃદ્ધ મહિલાઓએ ઘટનાસ્થળે જ જીવ ગુમાવ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, શુક્રવારે સાંજના સમયે એક
અકસ્માત


મહેસાણા, 24 ઓક્ટોબર (હિ.સ.) મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકા નજીક ગવાડા અને મહાદેવપુર (ગ) રોડ પર ગમખ્વાર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. આ દુર્ઘટનામાં બે વૃદ્ધ મહિલાઓએ ઘટનાસ્થળે જ જીવ ગુમાવ્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર, શુક્રવારે સાંજના સમયે એક અજાણ્યા વાહનચાલકે ગવાડા ગામની પુરીબેન ઠાકોર અને ધુળીબેન ઠાકોર નામની બે મહિલાઓને અડફેટે લીધી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બંને મહિલાઓના ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યા હતા. અકસ્માત બાદ આરોપી વાહનચાલક વાહન સાથે સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.

ઘટનાની જાણ થતાં જ વિજાપુર પોલીસ સ્ટેશનનો સ્ટાફ તાત્કાલિક સ્થળ પર દોડી ગયો હતો. પોલીસે બંને મૃતદેહોને કબજામાં લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા છે અને ફરાર થયેલા અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

આ હીટ એન્ડ રનની ઘટનાએ ગવાડા અને આસપાસના વિસ્તારોમાં શોકનું મોજું ફેલાઈ ગયું છે. ગામજનોમાં ભારે દુઃખ અને રોષનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. પોલીસે વાહનચાલકને ઝડપી પાડવા માટે તલાશી તેજ કરી છે.

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande