
સુરત, 24 ઓક્ટોબર (હિ.સ.): દિવાળી અને છઠ જેવા પર્વો પછી હવે સુરત શહેરમાં ધાર્મિક વાતાવરણ જોવા મળી રહ્યું છે. શહેરના ગોદાદરા વિસ્તારમાં આવેલ આસ્તિક ઋષિ મંદિર ખાતે આજે સવારે થી જ શ્રદ્ધાળુઓની ભારે ભીડ ઉમટી પડી છે.
ભક્તો મોટી સંખ્યામાં મંદિરે પહોંચી આસ્તિક ઋષિજીના દર્શન અને પૂજન કરી રહ્યા છે. મંદિર પરિસર માં ભક્તિભાવનું વાતાવરણ છવાઈ ગયું છે. મહિલાઓ અને યુવાનો સહિત પરિવારો દ્વારા દીપ પ્રજ્વલન, આરતી અને પ્રસાદ વિતરણની વિધિઓ કરવામાં આવી રહી છે.
મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તોની સુવિધા માટે સફાઈ, પાણી, લાઇટિંગ અને સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. સ્થાનિક પોલીસ અને સ્વયંસેવકો દ્વારા ભીડને નિયંત્રિત કરવા સતત દેખરેખ રાખવામાં આવી રહી છે.
ગોદાદરા અને આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો મંદિર ખાતે આવી રહ્યા છે, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ધાર્મિક ઉત્સવનો માહોલ સર્જાયો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે