
ગીર સોમનાથ, 25 ઓક્ટોબર (હિ.સ.): ગીર સોમનાથ ધીરે ધીરે રાતના ભાગમાં ઠંડીનું વાતાવરણ લાગતા ગીર સોમનાથ જિલ્લાના ડોળાસા પંથકમાં શિયાળાની આગમન થઈ રહ્યું છે.
વિદેશી પક્ષીઓ પણ આવવા લાગ્યા છે ઠંડી વધશે એટલે વિદેશી મહેમાન પક્ષીઓ દરેક તળાવ ડેમ ઉપર છવાઈ જશે હાલ પણ અહીંના સ્થાનિક પક્ષીઓ શિકાર ની શોધમાં પહોંચી રહ્યાં છે.0અત્રે નોંધનીય છે કે શિયાળામાં બહોળી સંખ્યામાં વિદેશીપક્ષીઓ આવતા હોય છે અને સીઝન પૂર્ણ થતાંની સાથે જ પરત જતા રહેતાં હોય છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ