ડાંગરનો પાક બચાવવા દક્ષિણ ગુજરાતના ખેડૂતો 18 કલાક લાઈનમાં ઊભા રહ્યા, કમોસમી વરસાદની ચિંતા
સુરત, 25 ઓક્ટોબર (હિ.સ.)-હવામાન વિભાગે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ફરી કમોસમી વરસાદની આગાહી કર્યા બાદ ખેડૂતોમાં ચિંતા ફરી જાગી છે. ખાસ કરીને ડાંગરના ખરીફ પાકની કટણી પૂર્ણ થઈ ચૂકી હોવાથી, ખેડૂતો ખાતરી કરવા માંગે છે કે પાક વરસાદથી પલળી ન જાય. સુરત જિ
Surat


સુરત, 25 ઓક્ટોબર (હિ.સ.)-હવામાન વિભાગે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ફરી કમોસમી વરસાદની આગાહી કર્યા બાદ ખેડૂતોમાં ચિંતા ફરી જાગી છે. ખાસ કરીને ડાંગરના ખરીફ પાકની કટણી પૂર્ણ થઈ ચૂકી હોવાથી, ખેડૂતો ખાતરી કરવા માંગે છે કે પાક વરસાદથી પલળી ન જાય.

સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના ખેડૂતો પોતાના ડાંગરનો પાક જીનિંગ મિલમાં સ્ટોર કરાવવા માટે રાત-દિવસ કસોટીનો સામનો કરી રહ્યા છે. મિલની બહાર ટ્રેક્ટરોની લાંબી કતારો જોવા મળી રહી છે, જેમાં ખેડૂતો 15–18 કલાક સુધી લાઈનમાં ઊભા રહેવા મજબૂર છે. તેમનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે કમોસમી વરસાદ પહેલા તેમના પાકને સુરક્ષિત રીતે ગોડાઉનમાં મુકાય.

જહાંગીરપુરા જીનિંગ મિલમાં રોજના લગભગ 200 ટ્રેક્ટર ખાલી થઈ રહ્યા છે, છતાં ખેડૂતોની ભીડ અને વરસાદની આગાહી માલનો નિકાલ ધીરો થઇ રહ્યો છે. ખેડૂતો કલાકો સુધી રાહ જોવુ અને લાઈન માં ઊભા રહેવું પડે છે, જે તેમને શારીરિક અને માનસિક રીતે પણ કઠણાઈ પેદા કરી રહ્યું છે.

પાછલા વર્ષમાં કમોસમી વરસાદના કારણે ડાંગરનો પાક ખેતરોમાં પલળી ગયો હતો, જેના કારણે ખેડૂતોને મોટી આર્થિક નુકસાની થતી હતી. આ વર્ષ તેવું ન થાય તે માટે, ખેડૂતો ઝડપી રીતે પાકને ગોડાઉનમાં મુકવા માટે તત્પર છે.

ખેડૂતો સરકાર અને મિલ સંચાલકો પાસે આવેદન કરી રહ્યા છે કે ગોડાઉનમાં માલ ઉતારવા માટે મજૂરોની સંખ્યા વધારી, અને રાઉન્ડ-ધ-ક્લોક કામગીરી શરૂ કરી, જેથી ડાંગરના પાકને કમોસમી વરસાદના કહેરથી સુરક્ષિત રાખી શકાય.

ડાંગરના પાકનું રક્ષણ હાલ દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે સૌથી મોટી પ્રાથમિકતા બની ગયું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande