
ગીર સોમનાથ, 15 ઓક્ટોબર (હિ.સ.): કોડીનાર તાલુકાના ડોળાસા ગામે સંત શિરોમણી પૂજ્ય જલારામ બાપા ની 226 મી જન્મ જયંતી તા.29 /10 બુધવાર ના રોજ ઉત્સાહ ભેર ઉજવાશે. ડોળાસા લોહાણા મહાજન અને જલારામ યુવક મંડળ ના સયુંકત ઉપક્રમે પૂજ્ય જલાબાપાની 226મી જન્મ જયંતિનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
તા. 29/10 ના રોજ સવારે સાત વાગ્યે આરતી બાદ સવારે 9 કલાકે રામ મંદિરે થી બાપા ની શોભાયાત્રા નીકળશે. જે ગામના મુખ્ય માર્ગો પર થી પસાર થઈ બપોરે અગિયાર વાગ્યે જલારામ મંદિર પહોંચશે. જ્યાં આરતી બાદ અન્નકૂટ મહોત્સવ દર્શન થશે. બપોર 12:30 કલાકે મહાપ્રસાદ યોજાશે. સાંજે પાંચ કલાકે લોહાણા સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન થશે. સાંજે 6:30 કલાકે 108 દીવડાની મહાઆરતી થશે. ત્યારબાદ 7:30 થી ખીચડી પ્રસાદ કાર્યક્રમ યોજાશે. રાત્રે 10 કલાકે સંતવાણી કાર્યક્રમ યોજાશે. જેમાં સ્થાનિક કલાકારો ભાગ લેશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ