હવામાન વિભાગની આજે રાજકોટ, જામનગર, ભાવનગર સહિતના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી
જામનગર, 25 ઓક્ટોબર (હિ.સ.) : હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરીએ તો આજે દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જામનગરમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે સાથે સાથે 5 દિવસ માછીમારો
વરસાદની આગાહી


જામનગર, 25 ઓક્ટોબર (હિ.સ.) : હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરીએ તો આજે દાહોદ, છોટાઉદેપુર,

નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર, ગીર

સોમનાથ, જામનગરમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે સાથે સાથે 5 દિવસ

માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

ઉત્તરપૂર્વ તરફ ધીમે

ધીમે ડીપ ડિપ્રેશન આગળ વધ્યું છે અને આજે દાહોદ, છોટાઉદેપુર, નર્મદા,

ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં

છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે, કેટલાક જીલ્લામાં ગાજવીજ સાથે

વરસાદ પડવાની શક્યતા છે. 25 ઓક્ટોબરે સુરત, નવસારી, ડાંગ, વલસાડ, ગીર

સોમનાથ, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, તો 26

ઓક્ટોબરે ભરૂચ, સુરત, નવસારી, ડાંગ, વલસાડ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર,

જુનાગઢ, રાજકોટ, પોરબંદમાં ભારે વરસાદની આગાહી છે.

ગુજરાતમાં

હજી પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે અમરેલી જિલ્લાના

જાફરાબાદ બંદર પર તકેદારીના ભાગરૂપે 1 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે,

અને માછીમારોને દરિયો ના ખેડવા માટે સૂચના આપવામાં આવી છે, દરિયો તોફાની

બને તેવી શકયતાઓ સેવાઈ રહી છે. આસપાસના વિસ્તારની બોટ પણ સુરક્ષિત રીતે

બંદર પર પહોંચી ગઈ છે, સમુદ્રમાં ડિપ્રેશનના કારણે ગુજરાત અને સૌરાષ્ટ્રના

દરિયાકાંઠાના વિસ્તારમાં પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. જાફરાબાદ

બંદર પર તકેદારીના ભાગરૂપે 1 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે.

હવામાન

વિભાગ (IMD) એ બંગાળની ખાડી પર આંદામાન અને નિકોબાર ટાપુઓ માટે ચક્રવાતની

ચેતવણી જાહેર કરી છે, જે આજથી વધુ તીવ્ર બનવાની ધારણા છે. 23 ઓક્ટોબર સુધી

અસરગ્રસ્ત વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે. ચેતવણી જાહેર થતાં જ સ્થાનિક

બંદરો ખાલી કરાવવાનું શરૂ કરી દીધું છે. IMD એ જણાવ્યું હતું કે,

ચક્રવાતની અસર દક્ષિણ દ્વીપકલ્પથી પૂર્વ, ઉત્તરપૂર્વ, મધ્ય ભારત, પશ્ચિમ

ભારત અને ઉત્તર ભારતમાં ફેલાશે. ચક્રવાત કેરળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ,

કર્ણાટક, ઓડિશા, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ગોવા, જમ્મુ અને કાશ્મીર, ઉત્તરાખંડ

અને હિમાચલ પ્રદેશમાં અનુભવાશે.

આગામી

7 દિવસ રાજ્યમાં છૂટાછવાયા વરસાદની આગાહી, 25 થી 27 ઓક્ટોબર સુધી વરસાદને

લઈ યેલો અલર્ટ અપાયું, પૂર્વ મધ્ય અરબ સાગરમાં ડિપ્રેશન સક્રિય થયું હોવાની

વાત આવી સામે, આજે સૌરાષ્ટ્રમાં વરસાદની આવવાની શક્યતા અને આજે મધ્ય અને

દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા રહેલી છે, દક્ષિણ ગુજરાતમાં દરિયા કિનારે

LCS3 સિગ્નલ જાહેર કરાયું છે, અને સૌરાષ્ટ્રના દરિયા કિનારે DC1 સિગ્નલ

જાહેર કરાયું છે.

25 ઓક્ટોબરે

મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ,

ગીર સોમનાથ, દીવ, અમરેલી, ભાવનગર, બોટાદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ,

નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ,દમણ અને દાદરા નગર હવેલીમાં

હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande