
અમરેલી, 25 ઓક્ટોબર (હિ.સ.): અમરેલી જિલ્લાના કુંકાવાવ તાલુકાના લાખાપાદર ગામે ગુજરાત સરકારના મંત્રી કૌશિકભાઇ વેકરિયાએ મુલાકાત લીધી હતી. પોતાના વિસ્તારના વિકાસ કાર્યોની સમીક્ષા સાથે તેમણે ગામજનો સાથે મુલાકાત કરી તેમની સમસ્યાઓ અને જરૂરિયાતો વિશે માહિતી મેળવી હતી.
મુલાકાત દરમિયાન મંત્રી કૌશિક વેકરિયા ગામમાં આયોજિત ધાર્મિક કાર્યક્રમ રામામંડળમાં પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. રામામંડળના પ્રસંગે ભક્તિભાવથી છલકાતા ભજન, કીર્તન અને વાણીના કાર્યક્રમો યોજાયા હતા. મંત્રીએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે આવા ધાર્મિક કાર્યક્રમો સમાજમાં સદભાવ, એકતા અને સંસ્કારના સંદેશો પહોંચાડે છે.
તેમણે ગ્રામજનોને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ વિશે માહિતગાર કર્યા અને ગામના સર્વાંગી વિકાસ માટે સહયોગ આપવાની ખાતરી આપી. કાર્યક્રમના અંતે મંત્રીએ સંતો અને ભક્તો સાથે આશીર્વાદ લીધા અને પ્રસાદ વિતરણમાં ભાગ લીધો.
લાખાપાદર ગામમાં મંત્રી કૌશિક વેકરિયાની ઉપસ્થિતિથી ગ્રામજનોમાં ઉત્સાહ અને આનંદનો માહોલ છવાઈ ગયો હતો. ધાર્મિકતા અને વિકાસનો સંયોગરૂપ આ પ્રસંગ ગ્રામજનો માટે પ્રેરણાદાયક બની રહ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai