ખાંભા તાલુકાના ઈંગોરાળા (ભાડ) ગામે “મારું ગામ એ જ મારો પરિવાર” કાર્યક્રમમાં મંત્રી કુંવરજી બાવલિયાની ઉપસ્થિતિ
અમરેલી,25 ઓક્ટોબર (હિ.સ.): અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ઈંગોરાળા (ભાડ) ગામ ખાતે ઈંગોરાળા ગામ યુવક મંડળ દ્વારા “પિતૃમોક્ષાર્થે મારું ગામ એ જ મારો પરિવાર” શ્રીમદ્ ભાગવત રસપાન ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક પ્રસંગે ગ્રામજન
ખાંભા તાલુકાના ઈંગોરાળા (ભાડ) ગામે “મારું ગામ એ જ મારો પરિવાર” કાર્યક્રમમાં મંત્રી કુંવરજી બાવલિયાની ઉપસ્થિતિ


અમરેલી,25 ઓક્ટોબર (હિ.સ.): અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ઈંગોરાળા (ભાડ) ગામ ખાતે ઈંગોરાળા ગામ યુવક મંડળ દ્વારા “પિતૃમોક્ષાર્થે મારું ગામ એ જ મારો પરિવાર” શ્રીમદ્ ભાગવત રસપાન ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક પ્રસંગે ગ્રામજનો અને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

આ ભવ્ય કાર્યક્રમમાં ગુજરાત સરકારના મંત્રી કુંવરજી બાવલિયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ભાગવત કથાના પઠન દરમિયાન ઉપસ્થિત ભક્તોને સંબોધતા જણાવ્યું હતું કે આવા ધાર્મિક અને સામાજિક કાર્યક્રમો સમાજમાં એકતા, સંસ્કાર અને ભક્તિનો સંદેશ આપે છે. તેમણે યુવક મંડળના આયોજનની પ્રશંસા કરી અને ગામના સર્વાંગી વિકાસ માટે સહકાર આપવાની ખાતરી આપી.

કાર્યક્રમ દરમિયાન ભજન-કીર્તન, ધર્મસભા અને આરતીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. અંતે પ્રસાદ વિતરણ સાથે કાર્યક્રમનો સમાપન થયો હતો.

ઈંગોરાળા ગામના યુવક મંડળ દ્વારા આયોજિત આ ધાર્મિક કાર્યક્રમથી સમગ્ર ગામમાં ભક્તિભાવ અને એકતાનો માહોલ છવાઈ ગયો હતો. મંત્રી કુંવરજી બાવલિયાની ઉપસ્થિતિએ કાર્યક્રમને વધુ પ્રેરણાદાયક અને સ્મરણિય બનાવી દીધો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande