
સોમનાથ, 25 ઓક્ટોબર (હિ.સ.) : સોમનાથ મંદિર ખાતે દર્શને આવેલા વલસાડ વાળા યાત્રીને ચક્કર આવી પડી જતાં માથાના ભાગે ઇજા થયેલ. આ દરમ્યાન પ્રોટોકોલ ગેઇટ પરના મહિલા પોલીસ કર્મચારીઓએ સતર્કતા દાખવી તાત્કાલિક પ્રભાસ પાટણ સિવિલ હોસ્પિટલમાં સારવાર અપાવી સરાહનીય કામગીરી કરેલ છે. દિવાળી બાદ ખૂબ જ મોટા પ્રમાણમાં ભીડ હોય અને સોમનાથ સુરક્ષા પોલીસ સતત ખડા પગે ડ્યુટી બજાવી રહ્યા છે, અને સાથે એસપી સાહેબ તથા ડિ.વાઇ.એસપી ની સૂચના મુજબ સોમનાથ મંદિર ખાતે આવતા દર્શનાર્થીઓને કોઈપણ જાતની તકલીફ ના પડે તેની તકેદારી રાખવામાં આવી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ