અમદાવાદના ફાર્મહાઉસમાં રેવ પાર્ટી પર પોલીસનો દરોડો: 13 વિદેશી નાગરિક સહિત 20ની ધરપકડ
અમદાવાદ, 25 ઓક્ટોબર (હિ.સ.) બોપલ પોલીસે શીલજ પાસે આવેલા એક ફાર્મહાઉસમાં ચાલી રહેલી રેવ પાર્ટી પર ધાડ પાડી મોટી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસને સ્થળ પરથી દારૂના નશામાં ધૂત 13 વિદેશી નાગરિકો સહિત કુલ 20 લોકોની ધરપકડ કરી છે. માહિતી મુજબ, હોટ ગ્રેબર પ
રેવ પાર્ટી


અમદાવાદ, 25 ઓક્ટોબર (હિ.સ.) બોપલ પોલીસે શીલજ પાસે આવેલા એક ફાર્મહાઉસમાં ચાલી રહેલી રેવ પાર્ટી પર ધાડ પાડી મોટી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસને સ્થળ પરથી દારૂના નશામાં ધૂત 13 વિદેશી નાગરિકો સહિત કુલ 20 લોકોની ધરપકડ કરી છે.

માહિતી મુજબ, હોટ ગ્રેબર પાર્ટી નામની આ રેવ પાર્ટીનું આયોજન જોન નામના યુવાને કર્યું હતું. પોલીસે પ્રાથમિક તપાસમાં જાણ્યું કે પાર્ટીના એન્ટ્રી પાસ 700 થી 15,000 રૂપિયાની કિંમતમાં વેચવામાં આવ્યા હતા. પાર્ટીમાં દારૂ અને અન્ય પ્રતિબંધિત પદાર્થોનો પણ ઉપયોગ થતો હતો.

મીડિયાને જોતા કેટલાક યુવક-યુવતીઓ સ્થળ પરથી ભાગી છૂટ્યા હતા. પોલીસે સ્થળ પરથી દારૂની બોટલો, સાઉન્ડ સિસ્ટમ અને પાર્ટીના પાસ સહિતના પુરાવા જપ્ત કર્યા છે.

હાલમાં મહિલાઓ અને પુરુષોને મેડિકલ ચેકઅપ માટે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે, જ્યાં તેમનું ચેકઅપ ચાલી રહ્યું છે.

હાલ બોપલ પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે અને પાર્ટી આયોજક સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande