
સોમનાથ, 25 ઓક્ટોબર (હિ.સ.): ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તથા સોમનાથ વિસ્તારમાં અચાનક વરસાદ શરૂ થયો છે. સોમનાથ મહાદેવની પ્રકૃતિ દ્વારા પૂજા આભ ગર્જના રૂપી શંખનાદ અને ગંગધાર સમાન વર્ષાથી ગાજવીજ સાથે પ્રકૃતિનો સોમેશ્વર પર અભિષેક થયો હતો. ધોધમાર વસાદ રાજ્ય વ્યાપી આગાહી અનુરૂપ સોમનાથમાં ધોધમાર વરસાદ, થતા ટ્રસ્ટ દ્વારા અતિરિક્ત પાર્કિંગ યાત્રી સહયોગની વ્યવસ્થાઓ કરવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ